________________
૫૪
તવત્રયી–મીમાંસા.
ખંડ ૨
વિશ્વામિત્રે નવું વર્ગ બનાખ્યું રામા. સ્વર્ગે જતે નહુષ અગત્યના શાપથી અજગર.
પ્રકરણ ૧૭ મું. કલમ બનું. (૧) દેવેએ વારંવાર સૃષ્ટિ રચી, વર્ગની બેટ વિશ્વામિત્રે પુરી. તુલસી રામાયણ અધ્યા કાંડ પૃ. ૫૬૪ ની ટીપમાંથી—
ત્રિશંકુ રાજાને ઈચ્છા થઈ કે–સદેહ સ્વર્ગમાં જાઉં. એ યજ્ઞ કરવાની ઈરછા વશિષ્ટજીને જણાવતાં તેમને ના પાડી. પછી વશિષ્ઠના પુત્રો પાસે ગયો તેમને ગુરૂના વચનને અવિશ્વાસી જાણી ચંડાલ થઈ જવાને શાપ આપે પછી ત્રિશંકુ વિશ્વામિત્રની પાસે ગયો. વિશ્વામિત્રે વશિષ્ઠના દ્વેષથી તે યજ્ઞ કરવાનો આરંભ કર્યો. એ યજ્ઞમાં દેવતાઓ ભાગ લેવા નહિ આવતાં વિશ્વામિત્રે તપોબળથી ત્રિશંકુને સદેહ સ્વર્ગમાં મોકલી દીધો પણ દેવતાઓએ તેને ધકેલીને ત્યાંથી ઉંધે માથે ફેંકી દીધે. વિશ્વામિત્રે નવું સ્વર્ગ બનાવીને તેમાં રાખ્યો.
(વાલ્મીકીય રામાયણ બાલકાંડમાંથી લીધેલે ઉતારે)
આ કથામાં તપાસવાનું કે-ત્રિશુંકના ય કરનાર વિશ્વામિત્ર જો ગાલવમુનિની પાસેથી છસો ઘોડાની સાથે એક કન્યા ગુરૂ દક્ષિણામાં લેનાર હોય તે વિચારવાનું કે બ્રહ્મચર્યનો ભંગ કરી કtધ કે દ્વેષ ધારણ કરનારા મુનિએમાં નવું સ્વર્ગ બનાવવાની શકિત હોય ખરી કે ? બનાવીને તે નવું સ્વર્ગ કયે ઠેકાણે ગોઠવ્યું? ત્રિશંકુને ત્યાં રાખે તે એકલાને કે બીજાઓની સાથે ? તેને રહેવાની અવધિ કરી આપી કે સદાને માટે રાખે? જે આ બધી વ્યવસ્થા પૂર્વક ત્રિશંકુને રાખ્યો હોય ત્યારે તે બ્રહ્માદિ દેથી પણ વિશ્વામિત્રને દર ઓછો ન ગણાય ? જેવી રીતે આ દુનીયાની ઉત્પત્તિ કરવાની સત્તા ધરાવનાર અનેક દેવ જાહેરમાં મુકાયા છે. તેમાં જે એકજ સાચે ઠરાવીને આપો ત્યારેજ વિશ્વામિત્રે સ્વર્ગ બનાવ્યું સાચુ મનાય નહિ તે જુઠમાં એક વધારાનું જૂઠ જ છે. અનાદિકાળના પ્રવાહથી ચાલતી આવેલી આ દુનીયાની ઉત્પત્તિ કરવાને દાવો કરનારા કેટલા બધા દેવે થયા? આમાંને કે સાચો માનવ ? એકાંતમાં બેસી જરા વિચાર કરીને બતાવો.
આ ત્રિશંકુના માટે એવું પણ લખવામાં આવ્યું છે કે જ્યારે દેવતઓએ સ્વર્ગમાંથી ધકકેલી મુકયે ત્યારે અધવચ લટકો અને તેના નાકમાંથી કર્મનાશા નદિ વહી.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org