________________
૮૨ : 4 - 1 : તત્વનયી–મીમાંસા.
' ખંડ ૨ . જવેદ કે જે વૈદિકનું મૂલ છે તેમાંના કેટલાક વિચારે. : જેમાં અનેક મંત્ર હોય તે સૂક્ત ગણાય છે.
સંસ્કૃત સા. પૃ. ૬૭ થી—“ કાગવેદનાં સૂકતમાં–મંત્ર આપવામાં આવ્યા હોય છે, તેની સંખ્યા ઓછામાં ઓછી ત્રણની અને વધારેમાં વધારે અઠ્ઠાવનની જોવામાં આવે છે. પણ સાધારણ રીતે એક સૂક્તમાં દશ કે બારથી વધારે મંત્ર હેતા નથી.” સંસ્કૃત સા૦ પૃ. ૫૭ માં--
ત્રવેદમાં જે સૂકતે દીઠામાં આવે છે તે સઘળાને અસ્તિત્વમાં આવતાં કંઈ સેંકડે વચ્ચે થયેલાં હોવાં જોઈએ.” - સંસ્કૃત સાપૃ. ૫૯ માં-બીજા ગ્રંથ તે માત્ર ધમની નવી ઊત્પન્ન થયલી જરૂરિયાત પુરી પાડવાને માટે જ મહેટે ભાગે વાવેદમાંથી સૂકતે લઈને અને તે સૂકતેના સ્વછંદી પણે બખે કે એકેક મંત્રના કકડા કરીને રચાયેલા હતા.”
મંત્રનું પ્રાબલ્ય બ્રામ્હણમાં વધી ઉપનિષદોમાં ફર્યું.
પ્રથમના છ કલ્પમાં-હિંદુ સમાજની અતિ બાલ્યાવસ્થા પંડિતે એ કલ્પી છે. મંત્ર કલ્પમાં-યજ્ઞયાગાદિક વધ્યાં તે બ્રાહ્મણ ભાગ સુધી જોર શેરથી ચાલ્યા. પરંતુ એ સમયમાં–પુનઃ જૈન અને બૌદ્ધના નાયકને પ્રાદુર્ભાવ થતાં અને તેમના તને પ્રકાશ લેક સમાજમાં ફેલાતાં-ચત્ત યાગાદિકની હિંસા એ ધર્મ નથી પણ અધર્મ છે એવી માન્યતા થતાં ઉપનિષદોની રચનામાં યજ્ઞયાગાદિકનું સ્વરૂપ ફેરવાયું. જુવો હિંદુસ્તાનના મુખ્ય ધર્મો–પૃ. ૪૫ માં“મેકસ યુલર ઊપનિષદ્દો હેતુ શું છે–તેનો સાર આપતાં લખે છે કે તેમાં બતાવેલું છે કે + ધર્મક્રિયાઓ તદ્દન નકામી છે, એટલું જ નહી પણ ઊપદ્રવ કરે એવી છે, બદલે મળવાની આશાથી કરેલા યજ્ઞ સંબંધી દરેક કાર્યને તેમાં ધિકારી કાઢેલું છે. દેવની હયાતી વિષે તે તેમાં ના કહેવામાં તે આવી નથી પણ તેમનામાં અલોકિક અને ઉચ્ચ લક્ષણ હવાની ના કહેવામાં આવે છે. અને એ ઊપદેશ કરવામાં આવે છે કે-જ્યાં સુધી મનુષ્યને આત્મા ખરા પરમાત્મા ને એલખતો નથી અને જેના સિવાય બીજે કઈ પણ ઠેકાણે આરામ મળતું નથી તેનામાં વિરામ પામ્યાં વિના મેક્ષની આશા રાખવી નહી.”
+ ધર્મ ક્રિયાઓ એટલે યજ્ઞયાગાદિકની ક્રિયાઓ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org