________________
૪૭૨ તત્વત્રયી–મીમાંસા,
ખંડ ૧ આવ્યા છે તે એવી રીતે કે-યુગલિક ધમ સર્વથા નાબુદ થયા બાદ કમની પ્રવૃત્તિ અને ધર્મની પ્રવૃત્તિ સભર સરૂ થતી ચાલી તે ચોથા વિભાગના અડધા કાલ સુધી તે શ્રી અષભદેવ ભગવાનના બતાવેલા ધર્મને જ પ્રભાવ ચાલ્યા કર્યો. ત્યારબાદ બીજા તીર્થકર ઉત્પન્ન થયા તેમને પ્રભાવ ચાલતે રહ્યો એમ આઠમા તીર્થંકર સુધી તે એકજ સ્વરૂપને સર્વજ્ઞ મહાપુ
ને બતાવેલો ધર્મ લોકમાં ચાલતે રહ્યો પછી તે આજ સુધી કેવી રીતે બદલાતે અને કેવી કેવી રીતના પલટા ખાતે આવ્યું તેનું સ્વરૂપ અમેએ શ્રી રાષભદેવથી લઈને ૨૪ મા મહાવીર સુધીનું ક્રમવાર કિંચિત્ કિંચિત જેન વૈદિકની તુલનાત્મક સ્વરૂપથી લખીને બતાવ્યું છે.
જો કે ખંડન મંડનના ગ્રંથ જૈન વૈદિકમાં આપસ અંપસમાં ઘણા લખાયા છે પરંતુ તુલનાત્મક દ્રષ્ટિથી લખાયેલે મારા જેવામાં આવ્યું નથી તેથી આ ગ્રંથ વાંચતાં વાચકને આલ્હાદની સાથે જ્ઞાન પણ અપૂર્વ મળતુ જશે. અને બુદ્ધિમાન પિતે પોતાની મેલેજ સત્યા સત્યને નિર્ણય કરી લેશે. આ બધું સ્વરૂપ જેનૌના સર્વસને અનુસરીને અમેએ લખીને બનાવ્યું છે.
જે આ અવસર્પિણીને કાલ ચાલતે આવ્યા છે તે ઉત્સપિણીને થશે પણ આટલા બધા વિક્ષેપ નહિ થાય એમ સર્વના વચનથી જાણીને હું લખું છું.
આ જગત કઈ બનાવીને મૂકી ગએલ નથી તેમજ તેને નાશ કરવાને પણ કંઈ પકેલો નથી. જેઓએ સત્ય સત્ત્વ મેલવી સર્વજ્ઞપણું મેળવ્યું અને પિતાના આત્માને મુક્ત રૂપે બનાવ્યું છે તેમને જ આ દૂનીયાનો અંત આ છે. બાકી તે કેઈપણ આ દૂનીયાનો અંત કરવાને જન્મેલેજ નથી.
| ઇતિ સુકરૂપે પ્રથમ ખંડના સ્વરૂપની રૂપરેખા. ઇતિ દક્ષિણ વિહારી મુનિ અમરવિજય વિરચિત-જૈનવેદિક તુલના
ત્મક રૂપે મુખ્ય દેવના સ્વરૂપને પ્રથમ ખંડ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org