________________
૩૨
તત્ત્વત્રયી-મીમાંસા.
ખંડ ૨
પ્રકરણ ૯ મું.
બ્રામ્હાદિકથી પેદા થએલા મનાવી, સર્વ સત્તાને હક સ્થાપનાર બ્રામ્હણે, (૧) બ્રમ્હા વિષ્ણુ અને મહાદેવે નિર્માણ કરેલા અઢાર હજાર બ્રાહ્મણ.
સ્કંદપુરાણ. ત્રીજે બ્રાન્ડખંડ–તેને બીજો ભાગ. અધ્યાય ૫ મે. પત્ર ૧૧૩ થી જુવે.
__धर्मारण्येषु ये जाता ब्राह्मणाः शुद्धवंशजाः अष्टादशसहस्त्रा श्च काऽजेशैश्च विनिर्मिताः॥२॥
ભાવાર્થ-ધર્મારણ્ય ક્ષેત્રમાં જે અઢાર હજાર બ્રામ્હણે શુદ્ધવંશથી પેદા થએલા છે તે (જા ) ક-બ્રમ્હા, અજ-વિષ્ણુ, અને ઈશ–મહાદેવ એ ત્રણે દેએ મલીને વિનિર્માણ કરેલા છે. રા
એ ત્રણ દે કયા કાળમાં ભેગા થએલા અને કયા કાળમાં એ અઢાર હજાર બ્રામ્હણને નિર્માણ કરેલા હશે? એટલે વિચાર કરવા જેવું છે.
सदाचाराः पवित्राश्च ब्राह्मणा ब्रह्मवित्तमाः तेषांदर्शनमात्रेण मह पापै विमुच्यते ॥३॥ | ભાવાર્થ–તે ત્રણે દેવેએ મળીને નિર્માણ કરેલા-બ્રામ્હણે સદાચારવાળા પવિત્ર અને બ્રહજ્ઞાનને જાણવાવાળા છે. તેમનાં દર્શન કરવા માત્રથી પણ ભક્તજને મહાપાપથી છુટી જાય છે. આવા
આમાં જરા મારા વિચારે–પ્રથમ બ્રહ્માને, કે વિષ્ણુને, અથવા મહાદેવનેજ ખરો પત્તો નથી વેદમાં, કે નથી પુરાણમાં, તે પછી તે ત્રણે દેવેએ મળી અઢાર હજાર બ્રામ્હાણેને કયે ઠેકાણે બનાવ્યા ? અરે ભાગ્યશાળીઓ? કિંચિત માત્ર પણ જે સત્ય-લખ્યું હોત તો શું તમારી પૂજ્યતા ઘટી જાતી ? આવું તદ્દન અગ્ય લખતાં તમારી કલમ કેવી રીતે ચાલી? અમારું હૃદય તે તેવા અગ્ય લેખે જોતાં સ્વાભાવિક રીતે જ કંપી ઉઠે છે. ન જાણે આવા પંડિતેના હૃદય કેવી રીતના ઘડાયાં હશે?
(૨) સર્વ દેના દેવ કોણ? તે કે બ્રામ્હણ, શંકાકોષ, શંકા ૩૪૬ પૃ. ૫૦ માં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org