________________
૪૫૬
તત્વત્રયી–મીમાંસા. ખંડ ૧. પહેલી પુરાણનુક્રમણિકા પણ એ અરસ્સામાં અર્થાત્ નવમા શતકના અંતમાં રચાઈ છે એમ માનીએ તે મને બહુ વાંધે લાગતું નથી.
છેવટે આ લેખકે અનેક તર્ક વિતર્કના અંતે જણાવ્યું છે કે
“ નારદીય પુરાણનુક્રમણિકાનો સમય ઈ. સ. ૫૦૦-૬૦૦ જેટલે જુને ઠરાવવા માટે કાંઈ આધાર રહેતો નથી. અને મને તે ઉપર કહેલાં કારણેથીએ અનુક્રમણિકા બારમા તેરમા શતકની લાગે છે.”
ચારયુગની ચેકડી, હા ચોકડીએ મનંતર ૧૪મવંતરે દિવસ.
બ્રહ્માના એક દિવસનું પ્રમાણ નીચે પ્રમાણે જણાવેલું છે. આ
સત્ય, ત્રેતા, દ્વાપર, અને કલિ એ ચારે યુગે મલીને એક ચેકી કહેવાય છે. એવી ઈકોતેર (૭૧) ચાકનું એક મન્વતર કહેવાય છે. એવાં ચઉદ (૧૪) મવંતર વીતી જાય ત્યારે બ્રહ્માને એક દિવસ, અથવા એક કલ્પ કહેવાય છે.”
આર્યોના તહેવારને ઈતિહાસ, પૃ. ૩ માં. બ્રહ્માને એક દિવસ“મૃત્યુ લેકમાંના મનુષ્ય પ્રાણીની ગણત્રી પ્રમાણે જ્યારે–
ચાર અબજ અને બત્રીસ હજાર વર્ષ પુરા થશે ત્યારે જગના કર્તા તરીકે માનેલા બ્રહ્મદેવને એક દિવસ થશે. એવી રીતે બ્રહ્મદેવનાં સે વર્ષો પુરાં થશે, ત્યારે તેને અને તેની સૃષ્ટિને નાશ થશે. જગની ઉત્પત્તિ થયે હમણાં બ્રહ્મદેવનાં ૫૦ વર્ષ પુરા થયાં છે. આ ઉપરથી કેટલા વરસ અગાઉ જગત ઉત્પન થયું તેની ગણત્રી કરી લેવી. બ્રહ્મદેવને એક દિવસ પુરે થતાં સુધી ૧૪ મનંતર થાય છે. તે પૈકી સ્વયંભૂ, સ્વારામિષ, ઉત્તમ, તામસ, રૈવત, અને ચાક્ષુષ આ મવંતરે વીતી જઈ હાલમાં વૈવસ્વત મનંતર ચાલે છે. આ પછી સાવણી, દક્ષ સાવણી, બ્રહ્મ સાવાણી, ધર્મ સાવણ, રૂદ્ર સાવણી, વેદ સાવણ અને ઈદ્ર સાવશું, એ મનવંતરે આવવાના છે. દરેક મનુ ૭૧ મહાયુગને હોય છે અને એક મહાયુગ ૩૩, ૨૦,૦૦૦ વર્ષ સુધી ચાલે છે. આજ સુધી ૨૭ મહાયુગ થયા અને હાલમાં ૨૮ મો મહાયુગ ચાલે છે. આ ૨૮ મા મહાયુગમાંના કૃતયુગ (૧૭, ૨૮,૦૦૦ વર્ષ) ત્રેતાયુગ (૧૨, ૯૬૦૦૦ વર્ષ) દ્વાપર ( ૮, દે૪૦૦૦ વર્ષ ) આ ત્રણ નાના યુગ પુરા થઈ હમણાં ચે કલિયુગ ચાલે છે. કલિયુગ ૪, ૩૨,૦૦૦ વર્ષ સુધી ચાલશે. તે પૈકી હમણાં ૫,૦૧૦ વર્ષ પૂરાં થયાં છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org