________________
vvvvvvvvપપપપનન પત્ર
૪૫૪ તવત્રયી-મીમાંસા.
• ખંડ ૧ - આર્યોના તહેવારને ઈતિહાસ. પૃ. ૨૭૦ માંથી–
* “હિંદુસ્થાનની સાંપ્રત સ્થિતિ ધ્યાનમાં લઈએ તે શ્રી કૃષ્ણના વિચારોને અનુસરવાથીજ આ દેશની ઉન્નતિ થવી સંભવિત છે. સકામ કર્મો કરવાની દુબુદ્ધિને આપણે તદ્દન છોડી દેવી જોઈએ ઈશ્વર પાસે દરેક વખતે “મને આ આપ” અને મને તે આપ, એવું કહેવાની આપણી ટેવ અત્યંત ખરાબ છે. આવી રીતે વર્તવાથી આપણે દેને તેમનું દેવત્વ છેહે દેવાની ફરજ પાડીએ છીએ. આ સ્વાથ લેવડ દેવડની સ્થિતિ અતિશય શોચનીય છે. પહેલાંની અને હાલની સ્થિતિમાં બહુ ફેર છે તે આપણે જાણવું જોઈએ.”
- આ ઉપરના લેખકે જણાવ્યું છે કે “સકામ કર્મો કરવાની બુદ્ધિને આપણે તદ્દન છોડી દેવી જોઈએ-ઈશ્વર પાસે દરેક વખતે મને આ આપ અને મને તે આપ” એવું કહેવાની આપણે ટેવ અત્યંત ખરાબ છે.”
આ લેખકના વિચારે ઠેઠ બાગવેદના જાંપા સુધી પહોંચે છે. જુવે ભાવન– ગરના રાજ્યથી બહાર પડેલા વિવિધજ્ઞાન માલાને મણકે ૩૩ મે-પૃ. ૮માં ત્રવેદ–૧ ૫૧ - ૮ માં-“હે ઈદ્ર? આર્ય તથા દસ્યુઓને જુદા જાણે. યજમાનના અનુકુલ થઈને વતરીત દસ્તુઓને શાસન કરતાં હિંસા કરે, યજમાનના યજ્ઞ અનુષ્ઠાન કરવામાં તમે સક્ષમ થાઓ, હું પણ આનંદ યુક્ત યજ્ઞમાં તમારા તે બધા કાર્યોનું કીર્તન કરવાની ઈચ્છા રાખું છું.”
વળી પૃ. ૯માં ત્રવેદ-૧ ૧૦૩ ૩ ને ભાવાર્થ જુવે-વજા સ્ત્રવાળા અને બલ નિષાદ્ય કર્મના અતિશય ઈછક તે ઈદ્ર દસ્યુઓની પુરીઓને ભિન્ન છિન્ન કરીને ચાલ્યું. હે વજધારી ઈદ્ર? તમે આ સ્તોતાના સ્તવ ગ્રહણ કરીને દસ્યના ઉપર વજા ફેકે અને આના બલ તથા યશ વધારે ”
વેદના સંબંધે બહાર પડેલા અનેક લેખોના તરફ દ્રષ્ટિ ફેકી શુત-પુત્રની પરિવારના આરોગ્યની, વર્ષાદની, મૃતક જીવેને પિતૃઓની પાસે પહોંચાડવા વિગેરે સ્વાર્થની માગણીઓ તે ડગલે ને પગલે જોવામાં આવે છે. પરંતુ ઉપર બતાવેલી પ્રાર્થનાઓમાં તે દસ્યુઓને જુદા જાણે અને વતરીત દર્પીઓને શાસન કરતાં હિંસા કરે. વળી દસ્યુઓની પુરીઓને છિન્ન ભિન્ન કરી ઈદ્ર ચાલ્યો વિગેરે શબ્દોના ઉચ્ચારો ઉત્તમ દરજાના ત્રષિઓના મુખથી નીકળેલા હોય તે તે તેમનાં દરજાને શોભાવે તેવા નથી. જે હલકા વિચાર હાલની સ્થિતિમાં અયોગ્ય તે શું પહેલાના વખતમાં અગ્ય ન ગણાય? એ પણ વિચારવા જેવું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org