________________
પ્રકરણ ૪૨ મું. પ્રસન્ન શિવ. જટાથી ગંગા. આહેડીને વિમાન.
૪૩૩
જીને લાવવા શિવને પ્રેર્યા. શિવજી બળદ ઉપર ચઢી મોટા ધડાકાની સાથે લંકામાં પેસતાં, કૃષ્ણના આ નવીન પુત્રની સાથે લડાઈ જામતાં, કૃણુજીએ શસ્ત્ર ફેંકયાં, બધાં નિષ્ફળ નિવડતાં પછી સમજ્યા કે–આતે જગપતિ શિવજી છે, એમ જાણ ક્ષમા માગી. એટલે મહાદેવજીએ શ્રી કૃષ્ણને અકાર્ય છોડવાનું જણાવ્યું. ઉપર કહેલા બીજા લેખ વિચારીને મેળવી જુવે. હમણાંજ પૂર્વના લેખમાં આપણે વિચારી ગયા છીએ કે વૃકાસુરને વરદાન આપી મહાદેવજી ભાગતા ફર્યા ત્યારે શ્રી કૃષ્ણએ બચાવ્યા હતા. વળી મહાદેવજીનું અને કૃષ્ણજીનું યુદ્ધ થતાં મહાદેવજી ખુશામત કરીને છુટયા હતા, વળી બ્રહ્માનું માથું કાપ્યા પછી પરસેવાના પુરૂષથી ભાગ્યા ત્યારે પણ શ્રી કૃષ્ણ જીએજ બચાવ્યા હતા. શું જગત્પતિના આવા હાલ થાય? પુરાણકારોએ આ બધું સત્યનિષ્ઠાથી સત્યસ્વરૂપનું લખ્યું છે એમ આપણું મન કબુલ કરી શકે તેમ છે ?
(૧૪) બ્રહ્મા, વિષ્ણુ અને દક્ષની આજીજીથી શિવનું પ્રસન્ન થવું.
શંકાકોષ શંકા ૩૩૬ પૃ. ૪૮ માં એજ વાતમાં લખે છે કે –
એક વિવાહમાં બ્રહાજીનું વીર્ય જમીન ઉપર પડયું. મહાદેવે તેમને વધ કરવાનું ધાર્યું ત્યારે બ્રમ્હા અને વિષ્ણુ પગમાં પડયા તેમજ દક્ષે પણ બહુ ખુશામત કરી ત્યારે મહાદેવનું પ્રસન્ન થવું શું સંભવિત છે કે?” શિવપુરાણુ.
(૧૫) જટાથી મુક્ત ગંગાના ૭ પ્રવાહ, તેમને એક પવિત્ર
રામાયણ બાલકાંડ-સર્ગ ૪૩ મિ. (સં. શં. ૪૪૨ મી. પૃ. ૬૯) '
મહાદેવે પિતાની જટામાંથી ગંગાને મુક્ત કરી ત્યારે તેના સાત પ્રવાહ થયા. જેમાંનીહલાદિની, સુચક્ષુ, સીતા, સિંધુ વિગેરે જુદી જુદી દિશામાં નદીઓ ચાલી. તે પછી એકજ ગંગાના સાત પ્રવાહ તેમાં બીજી નદી જેવી કે
સિંધુ ” તેનું, તથા તે વિના બીજ પાંચનું કંઇ મહાભ્યજ નહિ ? કંઈ પુણ્યજ નહિ? અને તે પ્રવાહ પૈકીને એક જ પ્રવાહ (સામટે પ્રવાહ) ગંગાજ પ્રવિત્ર શું આ સંભવિત છે? બીજી નદીઓનાં મહાસ્ય લખવા અમારા પૌરાણુંઓ ભૂલી ગયા હશે? પીરાણીઓ જવાબ આપશે કે?
આમાં જરા વિચાર----પ્રાચીનમાં પ્રાચીન વાલમીકી રામાયણમાં જહુ રાજાની પૂજાને સામાન ગંગાજી તાણી ગયાં, તેથી જહુ ગંગાજીને પી
58
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org