________________
પ્રકરણ ૪૨ મું. દક્ષના યજ્ઞમાં શિવના અપમાનથી ઉત્પાતો,
૪૪૫
પિતાની સત્તા જમાવીને બેઠેલે છે તે પછી કાળને નાશ કયા પ્રકારથી મનાયો? વળી કહે કે ઝેર પીધાથી શિવ મટા, તે આજે પણ ઘણા ઝેરને ખાવાવાળા જોઈએ છીએ.
હવે દક્ષના યજ્ઞને નાશ વિચારીએ –
દક્ષે યજ્ઞ કયા કાળમાં કરવા માંડેલો? કારણ કે દક્ષના યજ્ઞમાં વશિષ્ઠાદિ ઋષિઓ હાજર થએલા બતાવ્યા છે. એક વિશિષ્ટછ રામચંદ્રજીના સમયમાં રામચંદ્રના ગુરૂ તરીકે પણ બતાવેલા છે. વળી વિચારવાનું કે-સાતલકથી બ્રહ્મા, વકુંઠમાંથી વિષ્ણુ, પિતાપિતાની સ્ત્રીઓ સાથે તેમજ ચંદ્રમા, ઈદ્ર વગેરે સર્વે દેવતાઓ આવેલા બતાવ્યા છે તો તેમને કોણ બોલાવી લાવ્યું હશે? કદાચ કોઈ પુણ્યાત્માના પુણ્યથી દેવતાઓ ખેંચાઈને પોતાની મેળે આવે પણ આ દક્ષના યજ્ઞમાં એવું કાંઈ કારણ જણાતું નથી. કારણ કે બ્રહ્માદિક આવ્યા પછી પાર્વતીના શાપથી શાપિત થઈ રાંક જેવા થઈ બેઠા હતા. વળી વીરભદ્ર તે મેટો ઉત્પાત મચાવી દક્ષનું માથું કાપી નાખ્યું છે. આ દક્ષના યજ્ઞમાં ઉત્પાત થવાને છે એવું જ્ઞાન ન તે આવેલા ઋષિએમાં જણાય છે તેમજ તે સાતમાલોકમાંથી આવેલા બ્રહ્માને કે વૈકુંઠમાંથી આવેલા વિષ્ણુને સમજાયું છે. તો પછી ઇંદ્રાદિકને ન હોય તેમાં તે કહેવાનું જ શું? વિચાર કરીને જોતાં આ દક્ષના યજ્ઞ સંબન્ધીને લેખ સત્યરૂપથી લખાએલો હોય એમ જણાતું નથી? પણ કેવળ કલ્પિતજ લખાએલો હોય એમ સમજાય છે. આ લેખમાં સત્યપણું કર્યું છે, તેને વિચાર કરવાનું આજકાલના શેાધક પંડિતાને સોંપું છું. કદાચ આ ટીકા કરવામાં મારી ભૂલ થઈ હેય તે હું મારી ભૂલ સુજ્ઞ સજજનેની પાસે કબુલ કરવા તૈયાર છું.
વળી સ્કંદપુરાણના ચોથા ખંડને જે આ બીજો લેખ છે તેને વિચાર પણ ઉપર બતાવેલા વિચારથી જ મેળવી લે. વારંવાર શું લખી બતાવું.
જૈન અને બૌદ્ધના આશ્રયથી લખાએલ-પુરાણ ઇતિહાસ
* વૈદિક ધર્મમાં યજ્ઞયાગાદિક ક્રિયાકાંડ જે સમયમાં જોર શોરથી ચાલતાં હતાં તે સમયમાં ક્રિયાકાંડના બ્રાહ્મણ જ વધારે પ્રસિદ્ધિમાં આવેલા હતા એમ જણાય છે. પરંતુ તે સમયમાં વૈદિક ધર્મમાં ઈતિહાસના ગ્રંથ હતા. એમ પ્રસિદ્ધિમાં આવેલા જાણતા નથી. વૈદિક મતમાં ઈતિહાસને ગ્રંથ જૂનામાં જૂને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org