________________
પ્રકરણ ૪૨ મું. વિષ્ણુએ શિવ સેવ્યા. બ્રહ્માના વિરોધમાં શિવ. ૪૩૫
આગળ જુ-પાપી બ્રાહ્મણ યમથી છુટી શિવપુરીમાં ગયે. એજ મહાત્મ્ય અધ્યાય બીજાના લે, ૩૭ થી કિંચિત્ સાર.
દેવરાજ નામને બ્રાદાણ મહાપાપી કે જેને ચારે જાતિના માણસને મારીને ધન ભેગું કર્યું હતું. છેવટ માતા, પિતા સ્ત્રી અને ભાઈઓને પણ મારી નાખીને વેશ્યાની સાથે એક પાત્રમાં ખાતે રહ્યો. દૈવયોગથી પ્રતિષ્ઠાન પુરમાં શિવમંદીરમાં શિવપુરાણ સાંભળતાં તાવની બીમારીથી મરણ પામ્યા. એમના દતે બાંધીને યમપૂરીમાં લઈ ગયા પણ શિવને ગણ ત્યાંથી છોડાવીને શિવપુરીમાં લઈ ગયા. ઈત્યાદિ વિશેષ ત્યાંથી જોઈ લેવાની ભલામણ કરું છું.”
આ લેખમાં કિંચિત– બધાં પુરાણે ભ્રમ પેદા કરવાવાળાં છે એમ શિવપુરાણવાળાએ જે લખ્યું છે તે સર્વથા જુઠમાં કાઢી શકાય તેમ નથી. તેમજ આ શિવપુરાણુવાળ ઉંચા પ્રકારની બુદ્ધિવાળો હતે એમ પણ માની શકાય તેમ નથી. કેમકે સેંકડોને પતિ કરવાવાળી સ્ત્રી–સતી તેમજ આસતી સર્વને નિદે, તે પ્રમાણે આ શિવપુરાણવાળાએ કર્યું છે. કેમકે મહાપાપીને પણ યમપૂરીમાંથી શિવપુરીમાં પહોંચાડી દીધું છે, આ લેખક કેટલે બધે સત્યવાદિ અને કેટલા સદ્વર્તનવાળે હશે? તેને વિચાર કરવાનું કાર્ય સજજન પુરૂ કરે એટલે બસ થશે.
(૬) એક કરોડ છાસઠ હજાર વર્ષ આરાધન શિવનું-વિષ્ણુએ કરેલું. શિવપુરાણ સનસ્કુમાર સંહિતા અધ્યાય ૮ મે. (મ.મી. પૃ. ૪૬)
“ઋષિ બોલ્યા કે શિવજીને પ્રસન્ન કેવી રીતે કરી શકાય? બ્રહ્માજીએ કહ્યું કે-હે બ્રાહ્મણો શિવજીને પ્રસન્ન કરવા વિષ્ણુએ એક કરોડ છાસઠ હજાર વર્ષ તક આરાધન કર્યું ત્યારે પ્રસન્ન થઈને અનેક વર આપ્યા અને કહ્યું કેયુદ્ધમાં જીતવાવાળા મહાચકધારી બળવાન તમે થાઓ, તમે મારી ભકિત અધિક કરશે અને મારી પેઠે તમે ગવાસે. શિવજીના પ્રસાદથીજ અજેય વિષણુ પૃથ્વીની રક્ષા કરે છે.
આમાં પણ જરા વિચાર કરીને જોઈએ-શિવજી દ્વાપર યુગમાં થયા એમ પુરાણમાં જણાવવામાં આવ્યું છે, અને તે યુગ ૮૬૪૦૦૦ વર્ષના પ્રમાણ વાળો છે તે પછી વિષ્ણુએ એક કરોડ અને છાસઠ હજાર વર્ષ સુધી શિવજીનું આરાધન કયા કાળમાં કરેલું સમજવું ? અને યુદ્ધમાં જીતવાનું ચક્ર કયા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org