________________
૪૨૮
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૧.
^
, ^^^^^
^^
વેલા આ મહાદેવને જ્ઞાન કેટલું બધું દેવું જોઈએ? છતાં પાર્વતીનું રૂપ ધરીને આવેલા દૈત્યને ઓળખી ન શક્યા? આ બધું તર્કટ કયાંથી ઉત્પન્ન થયું અને શા કારણથી ઉત્પન્ન થયું, તે વાતને વિચાર કરવાની ભલામણ કરું છું.
(૬) મહાદેવજી મંત્રના બલથી સ્ત્રીને ખેંચી મંગાવતા. પદ્મપુરાણ-પ્રથમ સૃષ્ટિ ખંડ. અધ્યાય ૫૬ મે. પત્ર ૧૭૦
- “મહાદેવજી કામના વશ થઈ–ગંધર્વ, કિનર, અને મનુષ્યની રૂપવાળી સ્ત્રીઓને મંત્રના બળથી ખેંચી ખેંચીને તપનું મીષ (બહાનું) કરી ગામથી ઘણું છેટે સારી કુટીયા બનાવીને તે સ્ત્રીની સાથે ભેગ કરતા રહ્યા. ઇત્યાદિ. (મત મીમાંસા પૃ. ૭૩)
આ પદ્મપુરાણવાળા પંડિતજી લખીને બતાવે છે કે-રૂપાળી રૂપાળી સ્ત્રીને મંત્રના બળથી ખેંચી ખેંચીને મહાદેવજી તેમની સાથે ભેગ કરતા રહ્યા. બધા દેવોમાં મોટામાં મોટા એવા મહાદેવજી એટલે બધે પ્રભાવવાળો મંત્ર કયા બીજા મોટા દેવ પાસેથી લાવ્યા હશે? આ બધી વાતેમાં કાંઈ થોડું ઘણું સાચું હોય એમ આપણું મન કબુલ કરી શકે તેવું છે?
(૭) પાર્વતીના તપના ઠેકાણે શિવનું શું કામ? શિવપુરાણ-જ્ઞાનસંહિતા અધ્યાય ૧૩, ૧૪ (મ મી. ૫. ૩૪)
પાર્વતી તપ કરતી હતી ત્યાં જટીલનું રૂપ ધરી શિવજી ગયા. મહાત્મા જાણું પૂજન કર્યું. જટીલે પુછયું તું શા માટે તપ કરે છે? ત્યારે સખિના મુખથી ઉત્તર આપાવ્યું કે મહાવજીને પતિ કરવા. ત્યારે જટીલે ફરીથી પુછ્યું કે તમારી સખિ શું સત્ય કહે છે કે હાંસીથી કહે છે? ઇત્યાદિ. ”
(૮) મહાદેવજીને થયેલી ભયંકર વિકલતા, શિવપુરાણ અધ્યાય ૪૧ મો (. ૩૯ પૃ. ૫ માંથી)
મહાદેવજીનું ત્રાષિપત્નીઓની પછવાડે દેડવું. આથી અગાનું વૃત્તાંત લખવું એ લજજાને પણ લજજા આવે તેવું છે. પછી સંપૂર્ણ દેવતાઓને આફતમાં નાખવા જ્યારે આવી વિકલતા થઈ ત્યારે સંપૂર્ણ દેવતાઓ તથા પો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org