________________
પ્રકરણ ૪ યુ. પૌરાણિક અને વૈશ્વિક દૃષ્ટિએ જગત્.
૪૧
સાહિત્યદ્રષ્ટિએ જોતાં આ કવિતા ઘણી ખૂબીદાર છે, એટલું જ નહીં પણ એ પ્રાચીન સમયમાં પણ જે હિંમત ભર્યા વિચારા આ સૂકતદ્વારા પ્રદશિત કરવામાં આવેલા આપણે જોઇએ છિયે તેને લીધે એ કવિતા આપણુ ખાસ લક્ષ ખેંચે એવી છે પણ હિંદુસ્તાનની ફિલસુફીના જે મુખ્ય દોષો છેસ્પષ્ટતા અને અવરોધ ( Consistency ) ની ખામી, ચર્ચા ચલાવવામાં કેવળ શબ્દને વધારે મહત્વ આપી દેવાનું વલણ, એ દ્વેષ! આ સ્થળે પણ આપણા જોવામાં આવ્યા વગર રહેતા નથી. એકના એક વિષયને વળગી રહીને જરા લખાણથી ચર્ચા ચલાવવામાં આવી હોય એવું સૂકત આખા વેર્ માં આ એવુંજ છે, અને સાંખ્યદર્શનના પરિણામવાદનું ચાક્કસ સ્વરૂપ જેને પ્રાપ્ત થયું તે પ્રકૃતિનું મહાત્મ્ય સ્થાપનારી ફિલસુફીના પ્રારંભ આ સૂક્તમાં થયલે આપણા જોવામાં આવે છે. વળી, આ લેાકાના ફિલસુફી ભરેલા વિચારાના પ્રાચીનમાં પ્રાચીન નમૂના તરીકે આ સૂકત હંમેશાં અગત્યનું ગણાયા વિના રહેશે નહીં, અસત્ માંથી સત્ ને ઉદ્ભવ થયા ત્યાર પછી પ્રથમ પાણી આવ્યું; અને ત્યાર પછી તપવડે કરીને ચૈતન્યના પ્રાદુર્ભાવ થયા એવા જે સિદ્ધાંત આ સૂકતમાંથી નીકળે છે તેની સાથે સૃષ્ટિની ઉત્પત્તિનાં જે જે વર્ણના બ્રાહ્મણામાં આપવામાં આવ્યાં છે તે મળતાં આવે છે. એ બ્રાહ્મણેામાં પણ અસત્ તે સત્ થયું અને એ સત્ નું પ્રથમ સ્વરૂપ પાણી હતુ એવું વર્ણવવામાં આવ્યું છે. પાણી ઉપર દ્વિજ્યપર્મ એ સુવર્ણનું ઇડું તરે છે, અને તે ઇંડામાંથી જે ચૈતન્ય ઇચ્છા કરે છે અને વિશ્વને રચે છે તેને પ્રાદુર્ભાવ થાય છે. બ્રાહ્મણામાં સુષ્ટિના કર્તા તરીકે પ્રજાપતિને આગળ કે પાછળ પણ હમેશાં ગણાવવામાં આવ્યે છે. કેટલાંક વર્ણનામાં એને વ્હેલા ગણાવવામાં આવ્યા છે, અને કેટલાંક વર્ગુનામાં પાણીને હેલુ ગણાવવામાં આવ્યું છે. સૃષ્ટિવાદ અને ઉત્ક્રાંતિવાદ એ એને ભેળી દેવામાં આવ્યાથી આવી રીતના પ્રાથમિક વિરોધ બ્રાહ્મણગ્રંથામાં આપણા દીઠામાં આવે છે, પણ સાંખ્યદનમાં એ વિરોધ દૂર કરવામાં આવ્યે છે. એ દનમાં, પુરુષ અથવા આત્માને નિષ્ક સાક્ષી તરીકે ગણવામાં આવ્યા છે, અને પ્રકૃતિ અથવા મૂળ પદાના ધીરે ધીરે પરિણામ થતા જાય છે એવું વર્ણવવામાં આવ્યું છે. આ પ્રમાણે શ્વેત્ નાં સૃષ્ટિ વિષયક સૂક્તો એ હિંદુસ્તાનની ફિલસુફ઼ીના, એટલુંજ નહીં પણ પુરાણા, કે જેને મુખ્ય ઉદ્દેશ સૃષ્ટિની ઉત્પત્તિનું વણુન આપવાના છે, તેના આરભકાળ સૂચવે છે.
6
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org