________________
પ્રકરણ ૨૯ મું ચેથા પુરુષોત્તમ વાસુદેવ અને મધુ પ્રતિ વસુદેવ. ૨૧૯
|| ઇતિ વૈદિકે-માકડિય અને દુર્ગાપાઠના-વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થએલા મધુ કેટભની સમીક્ષા.
વાયુપુરાણના મધુ અને કૈટભ. વાયુપુરાણ, અધ્યાય ૨૪ માં મહાદેવની સ્તુતિ વિસ્તારથી કરેલી છે.
અધ્યાય ૨૫ માં મધુ અને કૈટભનું વર્ણન-પૃ. ૧૭૯ થી મૂળ અને પૃષ્ઠ. ૧૮૩ થી–બદરીનાથ યંબકનાથ તર્ક વાચસ્પતિ કૃત ભાષાંતર સં. ૧૯૧૪ માં છપાએલું વડોદરા તેને કિંચિત્ સાર નીચે પ્રમાણે –
દક્ષના યજ્ઞને નાશ કરનારે ઉમાપતિ–વિષ્ણુ અને બ્રમ્હાનું પાન કરતો હોય તેમ પોતાની સ્તવનાથી પ્રસન્ન થયો. તે મોટા ભાગ્યવાળ! મહાદેવે જાણતાં છતાં પૂછયું કે--હિતને ઈચ્છનારા તો બન્ને મહાત્મા કેણ છે? તે વખતે એક બીજાના સામું જોઈ કહેવા લાગ્યા કે હે સત્યરૂપ સર્વજ્ઞ! તમે શું અજ્ઞાત છે? અમને તમારા વિના સુખ કયાં છે? તે સમયે રૂદ્રદેવે કહ્યું કે-હે હિરણ્ય ગ! અને હે કૃષ્ણ! આ તમારી ભક્તિથી હું પ્રસન્ન થયે છું. તમને કયું વરદાન આપું ? પછી વિષ્ણુએ બ્રમ્હાને કહ્યું કે તમે જે વરદાન ઇચ્છતા હોય તે મા, બ્રમ્હાએ પુત્રની ઈચ્છા જણાવી ત્યારે વિષ્ણુએ કહ્યું કે-હે દેવનાદેવ! તમે મહેશ્વરને પુત્રપણા વડે ઘો. બ્રમ્હાએ કેશવનું વચન માન્ય રાખ્યું અને તેમને સાથે રાખી બ્રમ્હાએ રૂદ્રને નમન કરીને કહ્યું કે હે વિશ્વાત્મા ! તું મારે પુત્ર થા?
અથવા તારા જે ભાર વહન કરનારે પુત્ર થાય. પછી ભગ નામના દૈત્યને હણનારે રૂદ્ર એમ કહયું કે “એમ થાઓ” એ પ્રમાણે રૂદ્ધ બ્રહ્મા ઉપર કૃપા કરી. પછી વિષ્ણુને વર માંગવાનું કહ્યું ત્યારે વિષ્ણુએ કહ્યું કે-જે તેં આ બધું કર્યું છે તે તારામાં મારી અચળ ભક્તિ રહે. વિષ્ણુનું કથન સાંભળી મહાદેવે કહ્યું-“જે આ બધુ સ્થાવર જંગમ છે તે સઘળું જગત રૂદ્રમય છે અને નારયણ મય છે-હું અગ્નિ છું, તૂ ચંદ્ર છે, તું રાત્રી અને હું દિવસ ઈત્યાદિ-યુગના વખતે આપણું બે સિવાય બીજો કોઈ આશ્રયભૂત નથી. હે વિષ્ણુ! તૂ પ્રકૃતિ અને હું પુરૂષ છું. તું મારૂં અધું શરીર છે ઇત્યાદિ, તું સઘળાં કાર્યને કર્તા છે અને હું તેને અધિદેવતા છું, ઈત્યાદિ કહીને રૂદ્ર અંતર્ધાન થયા અને પૃથ્વીના પાળક વિષ્ણુએ જળમાં પ્રવેશ કરી શયન કર્યું. બ્રમ્હા બ્રમ્હાસન ઉપર જઈ બેઠા. ત્યાર પછી ઘણું લાંબા કાળે મધુ અને કેટલા બે ભાઈઓએ બ્રહ્માને એવું કહ્યું કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org