________________
૩૫૪
તત્ત્વત્રયી-મીમાંસા.
'
ખંડ ૧
જેનોના સ્થવિરે નિર્વાહપુરતું સિદ્ધાડનજ ગ્રહણ કરનારા સંસારીનું ખાઈ ખલાશ કરવાવાળી ભવિષ્યવાણી કેટલી સાચી? ખરું જોતાં જેઓ પુત્રાદિકના પરિવારવાળા થએલા, બીજા કુટુંબથી નિર્વાહ ચલાવવા આશા ધરી બેઠા હોય તેએજ સંસારીનું ખાઈને ખલાસ કરવાવાળા હય, તેમને છેડી દઈ સ્થવિરેને લખીને બતાવ્યા તેમાં લેખકની ભૂલ થએલી માનવી કે દિશા મૂઢતા થએલી માનવી? છતાં લખવું કે કર્તાની પક્ષપાત રહિત દ્રષ્ટિની પ્રતીતિ થાય છે એ કયા વિચારથી કલ્પી લીધું?
લેખના અંતમાં જણાવ્યું છે કે-“મેતીની લિસાએ દરિયામાં ડુબકી મારતાં અંધારે અજવાળું કરનાર એક પણ રત્ન આવે તે શ્રમ પાણીમાં ગયો. ન કહેવાય.”
આ લખવું અંધારામાં ફાંફા મારવા જેવું ન ગણાય કે? કારણ પાશ્ચાત્ય વિદ્વાનેએ હિંદુધર્મના ચારે વેદે, બ્રાહ્મણ પુસ્તકો અને ઉપનિષદું ખૂબ ફેંદી હિંદીને જોયાં. અંધારામાં અજવાળું કરવાવાળું એક પણ રત્ન તેમના હાથમાં ન આવ્યું. છેવટે ચાર લાખ મલેકના પ્રમાણવાળા પુરાણેને જુઠાં કહીને બતાવ્યાં તે પછી આ યુગપુરાણુ કે જેમાં નષ્ટ ભ્રષ્ટ જેવું કંઈ પંડિતમાનીના લેખથી જૈન ધર્મને હલકે પાડવાની પેટી નજર થએલી શું કામ આવશે? અંગ્રેજે જૈન ધર્મને માન આપી રહ્યા છે. તે તેમની સત્ય નિષ્ઠાથી આપી રહ્યા છે? નહી કે જોર જુલમથી? ' અનાદિના અથવા ઇશ્વરકૃત વેદાદિક શાસ્ત્રોમાંથી, અંધારે અજવાળું કરે તેવું એક પણ રત્ન કેઈ ન મળવાથી, નષ્ટ ભ્રષ્ટ જેવા યુગપુરાણમાં ખેલવાને પ્રયત્ન તે નીચેના દ્રષ્ટાંત જે ન ગણાય? ઉષ્ણકાળમાં અત્યંત તૃષાક્રાંત માણસ સ્નિગ્ધ છાયાના ઝાડ નીચે જઈ સુતે, સ્વપ્નમાં બધા સમુદ્રોનું પાણી પીધું છતાં તેની તૃષા શાન્ત ન થઈ. છેવટે તૃણા ઉપર પડેલા એસનાં પાણી ચાટીને તૃષા શાન્ત કરવા પ્રયત્ન કરવા લાગ્યા, તેથી તેની તૃષા શાન્ત થાય ખરી ?
પંડિતજીને અમારું કહેવું એ છે કે સત્ય કયાં છે તે જોવાનો પ્રયત્ન કરે તે શ્રેષ્ઠ છે. બાકી તે આ પ્રકાશના સમયમાં જુઠાં ફાંફા મારવા જેવું ગણાશે?
ઈતિ યુગપુરાણમાં બતાવેલા ભવિષ્યને વિચાર. (૮)
(૯) બ્રાહ્મણને વેદ ધર્મ તે હિંસાથી કલુષિતજ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org