________________
૩૭૨
તત્રયી-મીમાંસા.
- ખંડ ૧
પ્રકરણ ૪૦ મું.
દયાદિક ૧૦ વસ્તુને બુદ્ધ સ્વયં કરેલો અભ્યાસ,
મહાવીર બેધિ પછી કમની પરતંત્રતાથી ર૭ મા ભવે મુક્ત થયા. બુદ્ધ સ્વતંત્રતાથી દશમાભવે નિર્વાણ તે બતાવીએ છીએ.
હવે જૈનના મહાવીરના સમકાલીન બુદ્ધ નામે થયા છે તે લાખ વર્ષ પૂર્વે થએલા દીપકર નામના બુદ્ધના સમયમાં સુમેધ નામના બ્રાહ્મણ હતા તેઓ ઘરબાર છેને સમાધિસ્થ થયા હતા. તેમને જોઈને દીપકર બુદ્ધ કલ્પિલ વસ્તુમાં બુદ્ધ તરીકે થશે એમ પિતાના શિષ્યોને કહીને ચાલતા થયા હતા. ત્યાર બાદ આ સુમેધે લેકેને કહ્યું કે હું બુદ્ધ થઈશ ખરે પણ મારે અનેક જન્મ સુધી દાન શીલાદિક દશ પારિમિતાને અભ્યાસ કરે પડશે એમ પિતે પિતાની ભવિષ્યવાણી કહી બતાવે છે. અને સ્વતંત્રપણે તે દશ પરિમિતાને અભ્યાસ કરવા સંસાર ચકમાં પડે છે. તેને કિંચિત વિચાર આ ઠેકાણે કરીને બતાવીએ છીએ.
દયાદિક દશ પારિમિતાના અભ્યાસે થએલા બુદ્ધ
બુદ્ધલીલાસાર સંગ્રહ. લેખક ધમાનંદ કોસંબી, અનુવાદકનીલકંઠ ઈશ્વરદાસ, છપાએ સં. ૧૭૯, બેધિસત્વની ૧૦ કથાઓમાંથી કિંચિત
(૧) સુમેધ કથા-લાખ વર્ષ પૂર્વે આ જંબૂ દ્વિપમાં અમર નામના નગરમાં–“સુમેધ” નામને એક કડાધિપતિ બ્રાહ્મણ પિતાનું ધન યાચકને આપી સમાધિ નિમગ્ન થયે.
તે સમયે દીપંકર નામના બુદ્ધ ઉત્પન્ન થએલા છે. તેની ભિક્ષાના માટે સંપૂર્ણ રાજ નગર શૃંગારેલું. બચેલું માત્ર એક ખાબેચીયું જોઈ ત્યાં સુમેધ ભક્તિના માટે લાંબે પી ગયે, ત્યાં આવેલા દીપકરે પિતાના ભિક્ષુકોને કહ્યું કે-આ ઉધે પડેલે લાખ વર્ષ પછી કપિલ વસ્તુમાં સુદ્ધોદનની માયાદેવી રાણીથી જન્મી કરડે લેકેને ઉપકારી થશે.
દીપંકર ગયા પછી સુમેધ તાપસ બે-ભવિષ્યમાં હું બુદ્ધ થઈશ ખરે પણ અનેક જન્મમાં લેકના હિત માટે હદ પારને પ્રયત્ન કરીશ તેજ બુદ્ધત્વ પ્રાપ્ત થશે પરંતુ આત્મ પરહિત સાધનારા ગુણે મને નીચેના દશજણાયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org