________________
પ્રકરણ ૩૯ મું. ૨૪મા તીર્થકર શ્રી મહાવીરના ૨૭ ભવ. ૩૬૭ એમ સાંભળતાં વિચાર થયો કે મને ઉદ્યાનમાંથી બહાર કાઢવા આ કપટ રચાયું એમ જાણી કેઠીના થડમાં મુઠી મારી બધાં કેઠાં નીચે પાવને દ્વારપાળને કહ્યું કે-જે મને પિતાની ઉપર ભક્તિ ન હતી તે આ કેઠીના ફળની પેઠે તમારા બધાઓનાં મસ્તકે ભૂમિ ઉપર પાડતે. છેવટે ઠગાઈવાળા ભેગોને ધિક્કારી પરદેશમાં જઈ સંભૂતિ નામના મુનિ પાસે દીક્ષા લઈ લીધી. વિશ્વનંદી રાજા, નાનાભાઈને લઈ તેમની પાસે ગયા. નમસ્કાર કરી ક્ષમા યાચી રાજ્ય લેવાને પ્રાર્થના કરી પણ મુનિ લેભાયા નહિ તેથી બધાએ ઘેર પાછા આવ્યા વિશ્વભુતિ મુનિ જ્ઞાનાભ્યાસમાં વધી તપશ્ચર્યામાં લીન થતાં કૃષ શરીર થયા. ગુરૂની આજ્ઞાથી એકલ વિહાર કરતાં મથુરામાં આવ્યાં. ત્યાં રાજાની પુત્રીને પરણવા અનેક રાજાએમાં વિશાખાનંદી પણ આવેલું છે. હવે માસની તપસ્યાના અન્ત આહારના માટે ફરતા મુનિ વિશાખાનંદીના પડાવ આગળથી નીકળ્યા, તેમના માણસોએ હાસપૂર્વક કહ્યું કે જુવે પેલે વિશ્વભૂતિ કુમારે જાય છે, એમ કહી ચેષ્ટા કરવા લાગ્યા. વિશાખાનંદીએ પણ શત્રુની દ્રષ્ટિએ જોયા. તેવામાં ગાયની અથડામણ થતાં મુનિ પૃથ્વી ઉપર પડયા. તે જેઈ હાંસી પૂર્વક બેલ્યા કે – “કેઠીના ફળોને પાડનારૂં તારૂં બળ કયાં ગયું” તે સાંભળતાં મુનિને કેપ ચઢ અને પોતાનું બળ બતાવવા ગાયને શીંગડાવતી પકડીને આકાશમાં ફેંકી દીધી અને વિશાખાનંદી ઉપર આંતર વૈરના લીધે નિયાણું (સંકલ્પ) કર્યો કે-“આ મારા ઉગ્ર તપના પ્રભાવથી ભવાંતરમાં હું એને મારવાવાળે થાઉં” આ વિશ્વભૂતિ મુનિ કટિ વર્ષનું આયુષ્ય પુરૂ કરી વિશાખાનંદી સાથેના વેરનું આલેચન કર્યા વગર મરણ પામી અઢારમા ભવે સાતમા શુકદેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવતાપણે ઉત્પન્ન થયા.
- શ્રી મહાવીર ભગવાનના પ્રથમ નયસારના ભવથી લઈ શુકદેવલોકના દેવતા સુધી ૧૮ ભવ થયા. હવે ૧૯ મા ભવે આ અવસપિણમાં જે નવ વાસુદેવાદિકનાં ત્રિક થએલાં છે તેમાં પહેલવહેલા વાસુદેવ અગીયારમા તીર્થંકરના સમયમાં થયા તે આ મહાવીરને છવજ થએલો છે. તેને કિંચિત વિચાર તે સ્થાનમાં આપેલો છે તે પણ વિર ભગવાનના ૨૭ ભવને સંબંધ અખંડિત રાખવા આ સ્થાનમાં પણ કિંચિત સંબંધ લખીને બતાવું છું.
અગીયારમા તીર્થકર શ્રી શ્રેયાંસનાથના શાસનમાં નીચેના બનેલા બનાવે.
આપણું ભરતક્ષેત્રના પિતનપુરમાં–રાજા જિતશત્રુ, રાણું ભદ્રા હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org