________________
૨૮૨
તત્ત્વત્રયી—મીમાંસા.
ખંડ ૧
માથું નમાવ્યું, માતાજી સ્તુતિ પણ ન કરી શકયાં અને ભય પામવા લાગ્યાં કેમે જગતના પિતાને પુત્ર કરીને માન્યા છે એ મારા અપરાધ છે. આ સમયમાં રામચંદ્રજીએ ઘણાંએ સમજાવ્યાં અને ભલામણ કરીને કહ્યું કે માતાજી! આ વાત કોઇ જગે પણ કહેશે નિહ. કૌશલ્યા હાથ જેડીને વાર વાર વિનય કરવા લાગ્યાં કે પ્રભુ ! આપણી માયા હવે પછી મારા હૃદયમાં વ્યાપ્ત ન થાય એવી કૃપા કરો. રામચંદ્રજીએ ઘણાં ઘણાં પ્રકારનાં બાલચિરા કર્યાં અને તેથી દાસલેાકેાને અતિ આનંદ આપ્યા.
(૨) યમના અને નારાયણના તાની, પાપી માટે તાણાતાણુ
રામાયણની કથા ચાલતી હતી ત્યાંથી એક પાપી નીકળ્યે, કાંઇક સાંભળતા ચાલ્યા. ઠાકર ખાઇ મરણ પામ્યા. યમના દૂતાએ પાસથી બાંધવા માંડયા. એટલામાં નારાયણના દૂતાએ ધમકી આપીને છીનવી લીધા. આ જીવે રામાયણ સાંભળ્યું છે એમ કહી વિમાનમાં બેસાડીને લઇ ગયા. વ્યાકુળ દ્દાને યમે પૂછ્યું ત્યાં તે ત્રટકીને ખેલ્યા, પુછતાં લાજ નથી આવતી કે ? તુલસીદાસે રામાયણ રચી છે તે પાપી, માંસાહારી અને સુરાપાની ભણશે, સાંભળશે, તા પછી તમારી પાસે કેણ આવશે ? લ્યે તમારા પાસેા. એટલામાં બીજા દૂતે પાકાર કર્યો કે ચા તમારી નાકરી. યમ એાલ્યા કે વાત સમજાવા ? શું જાણુતા નથી કે ? તુલસી રામાયણે પાપીઓને પવિત્ર કરી દીધા ? અમેા એક પાપીને ઘેર ગયા ત્યાં વાનરાએ અમને ભારે દુઃખી કરી, પ્રતિજ્ઞા કરાવી કે રામયણ હાય ત્યાં તમારે જવું નહિ. ત્યાસ્માદ અમાને છેાડયા. યમ પણ ગભરાઈને ખેલ્યા કે ભાઇએ ? અજામિલના છે।કરા-નારાયણની વાત યાદ કરી તેવાં સ્થાનકા છાડી દેયા. ( તુલસી રામાયણ-મહાત્મય. પૃ. ૪૨ થી. )
(૩) નારાયણુ છેાકરાને ખેલાવતાં, પાપી અજામિલની મુકિત.
ભાગવતના છઠ્ઠા સ્કંધમાં એક એવી કથા છે કેઅજામિલ નામના કનાજીએ બ્રાહ્મણ રહેતા હતા, તે ધમથી ભ્રષ્ટ થઇ વેશ્યાના ઘરમાં રહેતા તેણે વેશ્યાના પેટથી જન્મેલા દશ પુત્રોમાં નાના પુત્રનું નામ-નારાયણ હતું. પાપી અજામિલે પેાતાના મરવાના સમયમાં સ્નેહથી હું ‘નારાયણ’ આવ, એવા શબ્દથી પુત્રને એલાખ્યા પણ તેમાં પ્રભુનું નામ લેવાયાથી તે અજામિલને મુકિત થઇ હતી. (તુલસી રામાયણ માલકાંડ પૃ. ૩૩ ની ટીપમાં જીવે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org