________________
૩૧૦
તત્ત્વત્રયી--મીમાંસા.
, ' ખંડ ૧
--
--
-
-
--
-
-
-
-
-
-
~
-
~~
-
~
વિષણુએ કહ્યું “હું પ્રથમ જન્મ પામનાર છું પણ બ્રહ્માએ એ વાત સ્વીકારી નહિ એટલે બન્ને વચ્ચે ભારે કજીઓ થયા, એ તકરાર ચાલ્યા કરી એટલામાં શિવ બને ચોદ્ધાઓની ચચ્ચે પડયા અને ગુસ્સાથી બોલ્યા “હું ખરેખર પ્રથમ જન્મેલો છું, પણ તમારા બેમાંને જે મારા માથાની ટેચપર પગને તળીએ પહોંચી શકશે તેને હું મારૂ પદ આપી દઈશ. બ્રહ્મા એકદમ ચઢ્યા પરંતુ અપાર સ્વરૂપના પ્રદેશમાં ચઢી ચઢીને થાકયા ને કંઈ વળ્યું નહિ, તથાપિ શ્રેષ્ઠ ગણવાનું માન છે દેવા નાખુશ હોવાથી, જુઠુ બેલ્યા કે મે શિવના માથાનો મુકુટ જોયો. ”
અભિમાન ને અસત્યના આ બેવડા પાપ માટે શિવ નિર્માણ કર્યું કેબ્રહ્માની પૂજા, કે પવિત્ર ક્રિયા, કેઈ કરશે નહિ. વિષ્ણુ પાછા ફર્યા અને કબુલ કર્યું કે હું મહાદેવના ( શિવના ) પગ જોઈ શકશે નહિ. તે ઉપરથી શિવે કહ્યું કે “તમે દેવોમાં સર્વથી પ્રથમ જન્મ્યા છો અને સર્વથી ઉંચુ પદ પામવા
ગ્ય છે. આ પ્રમાણે વિષ્ણુ અગ્રે જન્મ પામ્યા છે અને નીતિમાં સર્વોપરિ છે તે વાત સિદ્ધ થઈ. ( મૂરકૃત. “હિંદુ સર્વ દેવ” પૃ. ૧૮)
આમાં જરા વિચાર–આ પૃથ્વી અનાદિકાલનીજ છે તે પણ આખી પૃથ્વી જળમય થયાનું પુરાણકારેએ કેટલી વખતનું કપેલું છે ? અને આ ત્રણ દેવે મોટાઈ લેવાને માટે ક્યા કાળમાં લડયા ? વિષ્ણુ શેષનાગ ઉપર સૂતા તે કયા કાળમાં? ઇચ્છા વિના નાભિમાંથી કમળ નીકળ્યું, તેમાં અચાનક પણે બ્રહ્યા આવીને ભરાયા, પણ તે વખતે શિવજી કઈ દિશામાથી ન્યાય કરવાને આવી પહોંચ્યા ? બીજે ઘણે ઠેકાણે જણાવવામાં આવ્યું છે કે-શિવે પોતાના લિંગને છેડે લેવા ઉપર નીચે બ્રહ્મા અને વિષ્ણુને મોકલ્યા છે, તેમાં બ્રહ્મા જુઠું બોલ્યા અને વિષ્ણુએ આવીને કહ્યું કે મને તમારા લિંગને છેડે મળે નથી, તેથી વિષ્ણુને મોટું પદ મળેલું છે. આ કથામાં મુકટ અને પગને છેડે મળે નહિ, આ વિચારે છે કે નવા જ્ઞાનીથીજ કપાએલા હોય એમ જણાય છે જેમાં એક પણ બાજુથી સત્ય જણાય નહિ ત્યાં કઈ બાજુથી વિચાર કરે ?
| ઇતિ વૈદિક કદ, ભાનવિનાના બ્રહ્મા વિષ્ણુ સાથે લડયા તેને વિચાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org