________________
પ્રકરણ ૩૮ મું.
ઢગ વિનાની કૃષ્ણની વાતે. નવું ભાગ
૩૨૭
આર્યોના તહેવારોથી કલમ પાંચ.
આર્યોના તહેવારને ઇતિહાસ પૃ. ૩૪૯ થી કૃષ્ણવિષેની સારી નરસી વાતે પુરાણકારોએ સમાજમાં પ્રચલિત કરી તેમણાં લખાણને વિચાર કરીએ.
(૧) પુરાણેની વાતે એક બીજાને મળતી નથી આવતી.
કૃષ્ણને ઉલ્લેખ જેટલે હરિવંશમાં છે એટલે વિષ્ણુપુરાણમાં નથી. કૃષ્ણની લીલાનું વર્ણન ભાગવતમાં વધારે છે.
બ્રહવૈવર્ત પુરાણમાં તેની લીલાનું વર્ણન છટાદાર કરેલું છે. પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિએ એ બધું કંઈજ કામનું નથી.
રોપીઓ સાથે રાસકીડા કર્યાનું વર્ણન વિષ્ણુપુરાણમાં છે પરંતુ તેમાં રાધાને ઉલ્લેખ નથી. બ્રહ્મવૈવર્ત પુરાણમાં બ્રહ્માએ મધ્યસ્થ રહી રાધા સાથે કૃષ્ણને વિવાહ કર્યાને ઉલ્લેખ છે. એ બને લીલામાં રાસલીલાનું વર્ણન છે. પરતું ભાગવતમાં તે વધારે વિસ્તારપૂર્વક કરેલું છે. એ ઉપરથી એટલું સિદ્ધ થાય છે કે ભાગવત અને બ્રહ્મવૈવર્ત પુરાણના લેખકે એ પિતાની કલપના ચાતુર્યથી આ લીલાનું વર્ણન કરેલું છે.
હરિવંશમાં-કૃષ્ણ પિતાના આયુષ્યના છેલા ભાગમાં કરેલાં કાર્યોનું તેણે ભારતીય યુદ્ધમાં કરેલાં પરાક્રમનું અથવા અનીતિમાં પડેલાં પિતાનાજ ભાઈઓ યાદવેને નાશ કર્યાનું વર્ણન નથી. પોતાના શત્રુને સંહાર કર્યા પછી વ્રજમાં જઈને નંદયાદાની મુલાકાત કરીને, સાષિનું દર્શન કરવા પુષ્કર તીર્થ ગયા, એટલુંજ હરિવંશમાં કહેલું છે.
ભારત અને વિષ્ણુપુરાણમાં પણ સંપૂર્ણ કૃષ્ણ ચરિત્ર મળતું નથી.
આગળ પૃ. ૩૫૦ માં ભાગવત એ એક ઉત્કૃષ્ટ અને રસપૂર્ણ ગ્રન્થ છે એ સહુ કેઈને માન્ય છે પરંતુ આપણે ધારીએ છીએ એટલે તે પ્રાચીન નથી. લગભગ ૪૦૦ વર્ષ પહેલાં બંગાળામાં મુસલમાનોના રાજ્યના વખતમાં થઈ ગએલા “પદેવ” નામના વિદ્વાને એ ગ્રંથ લખ્યો છે. કૃષ્ણભક્તિને પ્રચાર એ ગ્રંથથી વળે એ ખરૂં પરંતુ એ ઈતિહાસ નથી. એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ. કૃષ્ણની લીલાના અનેક અર્થ કરવામાં આવે છે.”
વળી જુ. શંકાકેય શંકા ૩૭૮ માં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org