________________
ખંડ ૧
૩૨૪
તત્ત્વત્રયી--મીમાંસ. ભીષ્મપર્વ, દ્રોણપર્વ, કર્ણપર્વ, અને શલ્યપર્વ રાખેલ છે. આ યુદ્ધ પર્વો મહાભારતને હલકામાં હલકે ભાગ છે. પુનરૂકિત, અણગમે ઉપજાવે તેવાં લાંબાં લાંબાં વર્ણન, અસ્વાભાવિકતા, અત્યુકિત અને અસંગતિ વિગેરે ઘણા દે તેમાં નજરે પડે છે. એને ઘણોજ છેડે ભાગ અસલ મહાભારતમાં હશે પણ તે કે તે નક્કી કરવું બહુ અઘરું છે. જ્યાં આખુ વન કાંટાથી ભરેલું હોય ત્યાં કુલ વિણવાં એ બહુ દુઃસાધ્ય છે છતાં એ ભાગમાં જ્યાં જ્યાં કૃષ્ણને લગતું કાંઈ કહેલું હશે ત્યાં ત્યાં આપણે તે અસલ છે કે નહિ તે નકકી કરવા પ્રયત્ન કરીશું”
(૧૩) ભારતમાં વિકારવાળું કૃષ્ણ ચરિત્ર. કૃષ્ણ ચરિત્ર પૃ. ૩૨૦-નવીન ભાગ દાખલ કરનાર કવિ
અત્યારસુધી આપણે રસ્તે સરળ હતું તેથી વગર મુશ્કેલીએ તે આપણે કાપી શકયા પરંતુ હવેથી મટી ગુંચવણ શરૂ થાય છે. મહાભારત એક દરીયે છે છતાં અહિ સુધી તેનાં સ્થિર પાણી પર કમળ મધુર શબ્દો સાંભળતાં સાંભળતાં સુખે મુશાફરી કરી આપણું વાહન આપણે લઈ આવ્યા છીએ પણ હવે તેફાની પવનથી ઉછળતાં મેજાને લીધે આપણે ઉંચે ઉછળવું ને નીચે પડવું પડશે કારણ હવે આપણે મુખ્ય કરીને મહાભારતને બીજે થર ચણનાર કારીગર કવિના હાથમાં આવી પડયા છીએ. તેને હાથે કૃષ્ણચરિત્રનું ૨૫જ બધું ફેરવાઈ ગયું છે, જે ઉદાર હતું તે હવે સાંકડું ને નાનું થતું જાય છે. જે સરળ હતું તે હવે કૌશલ્ય ભરેલું કુટિલ થઈ પડે છે, જે સત્યમય હતું તે હવે અસત્ય અને ઠગાઈની ખાણ થઈ જાય છે. જેના પર ન્યાય અને ધર્મ બને દીપી નીકળતાં હતાં તે હવે અન્યાય અને અધર્મના ડાઘથી કલુષિત થઈ જાય છે. એ કવિના હાથમાં કૃષ્ણચરિત્ર એ વિકાર પામે છે”
(૧૪) કલ્પિત લેખેના સાગરમાં ડુબેલું કૃષ્ણચરિત્ર કૃષ્ણચરિત્ર. પૃ. ૩૯૭ માં–ઉપસંહારમાં બાબૂજી લખે છે કે
“કૃષ્ણચરિત્રમાં સત્યનું નવું સંગઠન કરવું એ બહુ મુશ્કેલ કામ છે. કારણ ખેતી અને અસ્વાભાવિક હકીકતેની ભસ્મથી એ અગ્નિ એટલે તે ઢંકાઈ ગયે છે કે તે શેધી કાઢો પણ અઘરે થઈ પડે છે. જે સાધનેથી ખરૂં કૃષ્ણચરિત્ર ઘીને ઉપજાવી કાઢી શકાય તે સઘળા ખોટાપણાના સાગરમાં ડુબી ગએલાં છે માટે જ તેનું સત્ય સ્વરૂપ જેટલું બની શકયું તેટલુ ઉપરના પૃષ્ઠોમાં ઘી બતાવ્યું છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org