________________
૨૯૨
તત્ત્વત્રયી-મીમાંસા.
ખંડ ૧.
mun
કર્યું. ત્યારબાદ કાલકરી પાંચમા બ્રહ્મદેવલોકમાં જઈને ઉત્પન્ન થયા. ત્યાં અવધિજ્ઞાનથી પિતાના ભાઈ શ્રી કૃષ્ણને પાતાલની ત્રીજી પૃથ્વીમાં જોયા. ભાઈના નેહથી ક્રિય શરીર બનાવી શ્રીકૃષ્ણની પાસે ગયા. ત્યાં તેમનું આલિન્શન કર્યું હું તમારે પાછલ્યા જન્મને ભાઈ છું. હું કાળ કરી પાંચમાં દેવલોકમાં ગયો છું. માત્ર હું તમને મળવા આવ્યો છું. તમારા સુખના વાતે હું શું કરું? એવું કહી તેમનું શરીર હાથમાં લેવા જતાં પારાની પેઠે દાદરી છુટું પડી ગયું. પાછું નીચે ભેગું થઈ ગયું.
આવી રીતે આલિન્શન, પૂર્વને વૃત્તાંત અને હાથ ઉપર ઉઠાવવાથી કૃષ્ણજીએ પણ પૂર્વ ભવને અતિ વલલભ છે એમ જાણે સંભ્રમથી ઉઠી નમસ્કાર કર્યો. ત્યારે બલભદ્રે કહ્યું હે ભાઈ! તે વખતે શ્રી નેમિનાથ ભગવાને કહ્યું હતું કે–આ વિષયસુખ મહાદુઃખ આપનારાં છે તે તને આ પ્રત્યક્ષ પ્રાપ્ત થયાં. વળી કર્મથી નિયત્રિત એવા તને હું સ્વર્ગમાં પણ લઈ જવાને સમર્થ નથી. પણ તારાં નેહને લઈને તારી પાસે રહેવાની ઈચ્છા થાય છે. ત્યારે કૃષ્ણજીએ કહ્યું કે-હે ભાઈ ! તારા રહેવાથી વધારે શું ? મારાં કરેલાં કમતે મને અવશ્ય ભેગવવાંજ પડવાનાં છે, પરંતુ મને આ નરકના દુઃખ કરતાં, તે દુઃખ ઘણું થાય છે કે, જે દ્વારિકા બધા પરિવારની સાથે બલતી છે હું એકલે કુસુંબી વનમાં જરાકુમારના તીરથી મર્યો. આવા પ્રકંરના અચાનકના બનાવથી મારા શત્રુઓને હાસ, મારા મિત્રોને થએલું દુઃખ, તેમજ યદુવંશના કુલને કલંક લાગ્યું છે તે મારા મનમાંથી જતું નથી. માટે હે ભાઈ? તું ભરતખંડમાં જઈ– સુદર્શન ચક, સારંગ ધનુષુ, શંખ, ગદાને ધારણ કરી, પીળાં વસ્ત્ર પહેરી, ગરૂડની ધ્વજાવાળું મારું સ્વરૂપ ધારણ કર ! તેજ પ્રમાણે નીલવસ્ત્ર, તાલધ્વજ અને હળ, મુશલ શસ્ત્રને બારણ કરી, તારૂ સ્વરૂપે પ્રગટ કરી, વિમાનમાં બેસી આપણુ બને ભાઈઓનું સ્વરૂપ લોકોને દેખા જણાવ કે-શ્રીકૃષ્ણ અને હું બલભદ્ર એમ અમે બન્ને ભાઈઓ અવિનાશી પુરૂષ છીએ અને અમે અમારી મરજી પ્રમાણે દુનીયામાં ફસ્વાવાળા છીએ. જ્યારે આવા પ્રકારનું સ્વરૂપ લેકે પ્રત્યક્ષપણે જોશે અને તેમની ખાત્રી થશે ત્યારે–અમારા શત્રુઓએ કરેલે હાસ, અને મિત્રોને થએલું દુઃખ, તેમજ યદુવંશના કુળને લાગેલું કલંક દૂર થશે. માટે તું આટલું કાર્યકર. આ પ્રકારનું કથન શ્રીકૃષ્ણનું સાંભળીને, ત્યાંથી નીકળી બલભદ્રજી ભરતખંડમાં આવ્યા. અને શ્રીકૃષ્ણના અને પિતાના પૂર્વભવના સ્વરૂપને ધારણ કરી વિમાનમાં બેસી લોકેને બતાવી કહેવા લાગ્યા કે હે લેકે ! તમે શ્રીકૃષ્ણની અને બલભદ્રની અર્થાત અમારા બન્ને ભાઈઓની મૂતિ બનાવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org