________________
૨૨૬
તત્વત્રયી–મીમાંસા.
- ' ખંડ ૧
vvv/wAA
શ્રી કૃષ્ણ મહારાજે દ્વારકા વસાવી ત્યારે એ ઈચ્છા થઈ કે-જે વસ્તુઓ રાજા ઈંદ્રને ત્યાં સ્વર્ગમાં ઉપસ્થિત છે તે સઘળી લાવીને આ દ્વારિકાપુરીને સ્વર્ગતુલ્ય બનાવી દઉં. એ વિચાર કરીને શ્રી કૃષ્ણ ગરૂડ ઉપર સવાર થઈને સ્વર્ગમાં ગયા ત્યાં રાજા ઈંદ્ર સાથે મેટું યુદ્ધ થયું. તેમાં છતી ક૯પવૃક્ષ ઉખાને તથા નંદન વનને ઉખાડી ગરૂઢ ઉપર મુકીને દ્વારિકા તરફ ચાલવા માંડયું. માર્ગમાં એક દૈત્યની (૧૬૦૦૦) સેળ હજાર કન્યાઓ હતી તેમને પણ ગરૂડ ઉપર સવાર કરી દીધી અને ત્યાંથી અઢલક માલ લઈ તે પણ ગરૂડ ઉપર ભરી દ્વારિકા આવી પહોંચ્યા. શું આવી અરેબીયન નાઈટસને હઠાવે તેવી વાતે સંભવિત છે કે? ( શંકા કષ. શંકા ૪૮ મી. પૃ. ૭ માંથી.) ' પૂર્વેના ત્રણે લેખેને કિંચિત વિશેષ વિચાર-જેનોએ પ્રતિવિષ્ણુને નિશુંભ નામથી કહ્યું હતું ત્યારે મત્સ્ય પુરાણવાળાએ શુંભ નામથી દૈત્યપણે ઓળખાવ્યું પણ વાસુદેવનેતે વિષરૂપે જ કહ્યો છે. હરિપુરાણ વાળાએ લાખ કરોડ વર્ષના આંતરે થએલા ગરૂડના વાહનવાળા શ્રી કૃષ્ણનેજ વિષ્ણુભગવાન રૂપે કરાવી સ્વર્ગના ઇદ્રને પણ જીતવાવાળા બતાવ્યા છે, એટલું જ નહિ પણ પિતાનું સર્વ કાર્ય કરીને પણ આવ્યા છે. ત્યારે મત્સ્યપુરાણુવાળાએ તેજ વિષ્ણુ ભગવાનને પોતાના ગરૂડની સાથે પોતાની કમર બે દૈત્યથી તેડાવીને યુદ્ધમાંથી ભાગવાવાળા જણાવ્યા છે. ગીતાવાળાએ–તેજ વિષ્ણુને વારંવાર અવતાર લઈને ભકતોના ઉદ્ધાર કરવાવાળા કહ્યા છે ત્યારે આ બધી વાતે સત્યરૂપે સમજવી કે જેના મતના ઈતિહાસથી લઈને તર્કટરૂપે ઉભી કરેલી સમજવી? આમાં સમજવું શું ?
ઉપરના પ્રકરણમાં-૧૧ માથી ૧૫માં તીર્થકરના સમય સુધીમાં ત્રિપૃષ્ટ વાસુદેવાદિકનાં પાંચત્રિક થયાં તે કહીને બતાવ્યાં. પ્રથમ ત્રાષભદેવના સમયે ભરત ચક્રવતી અને બીજા તીર્થકરના સમયે સગર ચક્રી થયા તે પણ કહી બતાવ્યા હતા. હવે આગળ એકના પછી બીજા એમ પાંચ ચકવતીઓ થયા છે. તેમને કિંચિત વિચાર લખીને બતાવીએ છીએ.
છે ૧૧ થી ૧૫ તીર્થકરે અને પાંચ વાસુદેવનાં ત્રિક થયાં તે બતાવ્યાં.
ઇતિ વૈદિક મત્સ્ય પુરાણના શુંભ અને નમિ દૈત્ય અને તેની સમીક્ષા પ્રકરણ ૩૦ મું સંપૂર્ણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org