________________
પ્રકરણ ૩૪ મું જૈનવેદિકના પરશુરામની સમીક્ષા. ૨૪૯
(આ વાત ને કેટલો વિચાર-રવિશંકર જેષ્ઠારામના તરફથી મુંબાઈમાં સંવત ૧૯૮૨ માં છપાવેલા તુલસી રામાયણ–બાલકાંડનાં પૃ. ૨૭૧ ની ટીપમાંથી મળશે.)
પા ઈતિ વૈદિક ભાગવતના પરશુરામની કથા.
જૈન અને ભાગવતના જમદગ્નિના પરશુરામની સમીક્ષા
આ વિષયમાં પ્રત્યક્ષનો પુરાવો તે કેઈની પાસે પણ નથી. માત્ર બને તરફના ઇતિહાસથી જ જોવાનું છે.
(૧) ઘોડાઓની ઈચ્છાવાળા ગાધી રાજાને જાણ અચીક ઋષિએ વરૂણ (દેવ) પાસેથી ઘોડાઓ લાવી આપ્યા અને સત્યવતીને પરણ્યા, પણ વરૂણ પાસેથી ઘડાઓ લાવ્યાજ કેવી રીતે?
(૨) ચરૂના ભક્ષણથી સત્યવતીને ઘેર સ્વરૂપના પુત્રનું ફળ થવાનું હતું, તે ફળ સત્યવતીના પુત્ર જમદગ્નિને ન થતાં રેણુકાના છેલ્લા પુત્ર રામને કેવી રીતે થયું?
(૩) સતી સત્યવતીને કેઈ અપરાધથી નદીરૂપે જડતા પ્રાપ્ત થઈ કે સ્વાભાવિકપણે તે જડતા પ્રાપ્ત થઈ?
(૪) દત્તાત્રેયની આરાધનાથી–સહસ્ત્રાર્જુન રાજાને હજાર ભૂજાઓ શું નવીન રૂપે પિદા થઈ ગએલી? અને થયા પછી શું તે રાજા હજાર ભૂજાઓની સાથેજ ચાલત?
(૫) જમદગ્નિએ કામધેનુના પ્રભાવથી આવેલા રાજાનું આતિથ્યપણું કર્યું પણ તેવી કેટલીક વાતે કવિઓની રૂઢીમાંજ ચાલુ રહેલી મનાઈ છે. ? તે પછી જમદગ્નિને ત્યાં સાક્ષાત્ કામધેનુજ કયાંથી? કે જેના સંબધે રામને અવતાર લઈ બધા ક્ષત્રિઓને નાશ કરવાનો પ્રસંગ આવ્યું?
(૬) ભાગવતવાળાએ અવતાર વાદ ઉભો કરી પરશુરામને વિષ્ણુના અવતારૂપે કમ્યા છે પણ આ બધે અવતારવાદજ કપ્તિ છે એમ દેશી તેમજ પરદેશી પંડિતે ઘણાજ એકમતના થએલા છે. અને તે પ્રમાણે અમારા લેખથી પણ દુરાગ્રહથી દૂર રહેલા સજજન પુરૂષે મધ્યસ્થ દ્રષ્ટિથી જશે તે જરૂર તે વાતની સત્યતા જોઈ શકશે એમ અમને અમારી ખાત્રી છે.
(૭) અવતારી પુરૂષે પાપ કરે? પાપનું પ્રાયશ્ચિત લે? અગર ન . 32
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org