________________
પ્રકરણ ૩૭ મું જૈનવૈદિકમાં દંડકારણ્યને સંબંધ. ૨૬૩ દુષ્ટપાલકે દંડક રાજાને એકાન્તમાં કહ્યું કે-આ સ્કંધક પાંચ દ્ધાની શાથે તમારું રાજ્ય લેવાને આવેલા છે. જે મુનિઓના સ્થાનમાં શસ્ત્રો દાટેલાં છે, તપાસતાં દુષ્ટનાં દાટેલાં મળ્યાં. દંડકે શિક્ષાનું કામ દુષ્ટ પાલકને જ સેપ્યું. તેને મનુષ્ય પીલન યંત્રથી સાધુઓને અંધકને દેખતાં પીલવા માંડયા. સમતાથી પીલાતાં છેવટે તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મેક્ષમાં ગયા. એક નાને સાધુ રહેતાં સ્ક ધકે કહ્યું મને પીલ્યા પછી આને પીલ? તે ન સાંભળતાં અધિક દુછાઈ વાપરી પહેલો પી ? અંધકને આથી રોષ થતાં નિયાણું કર્યું કે-જે આ તપાસ્યાનું ફળ હોય તે હું “આ દંડક તથા પાલક તેમજ તેના કુલ અને દેશને નાશ કરનારે થાઉં” આ રીતે અંધકે પલાઈ ત્યાંથી કાળ કરી વન્ડિકુમાર જાતિમાં દેવતા થયા. આ તરફ પોતાની બહેન પુરંદર યશાએ આપેલી કાંબલીને મુનિએ બનાવેલે રજોહરણ (સાધુના વેષનું ચિન્હ) લેહીથી ખરડાએલું પક્ષીએ ઉપાડ્યું, તે દૈવયોગે–દંડકની રાણી પુરંદરયશાની પાસે જઈ પડયું. તેણે ભાઈનું રજોહરણ ઓળખ્યું. પાલકે પીલ્યાની ખબર પડતાં રાજા રાણીમાં મોટો કલેશ થ. રાણીને શાસનદેવે ઉપાધિ મુનિસુવ્રત તીર્થંકરની પાસે મૂકી તેણે દીક્ષા લીધી.
આ તરફ અગ્નિ કુમારપણે થએલા દેવ-કંધને જીવે અવધિજ્ઞાનથી પોતાના જન્મને વૃત્તાંત જાણી, પાલકને તથા નગરસહિત દંડક રાજાને ભમસાત્ કરી નાખ્યા. તે દંડક રાજા પિતાના પાપથી અનેક નિમાં પરિભ્રમણ કરતે આ ગંધ નામને રેગી પક્ષી, અમારા દર્શનથી જાતિસ્મરણ જ્ઞાનવાળે અને ચરણસ્પર્શથી રોગમુક્ત થયા છે.
આ પ્રમાણે જેનોમાં દંડક રાજાના પાપથી દંડકારણ્યની ઉત્પત્તિ છે. || ઇતિ જૈન પ્રમાણે–પાલકના પાપે દંડક દેશના નાશથી દંડકારણ્ય.
દંડકારણ્ય માટે વૈદિકમતમાં ભિન્ન ભિન્ન થએલી કલ્પનાઓ
ગૌતમને કલંક આપાવા ગણપતિ, બ્રાહ્મણેમાં ભળ્યા. તુલસી રામાયણ અરણ્ય કાંડ પૃ. ૬૬૯ ની ટીપમાં.
(૧) “ગૌતમની ઉપર ઈર્ષ્યાથી ઘેરાએલા બ્રાહ્મણોએ ગૌતમને પતિત ઠરાવવાને વાસ્ત-ગણપતિની પ્રાર્થના કરતાં, ગણપતિ-વૃદ્ધ અને દુર્બળ ગાયનું રૂપ ધરીને ગૌતમના ખેતરમાં પિઠા. ગૌતમે આવીને તેણે હાંકી કાઢવા વાસ્તે હાથને સ્પર્શ કરતાં જ તે ગાય મરી ગઈ. આથી બ્રાહ્મણ ગૌતમને પતિત ઠરાવીને ત્યાંથી ચાલ્યા ગયા. ગૌતમે એ અરણ્યમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org