________________
પ્રકરણ ૩૭ મું. જૈનપ્રમાણે રામસીતાદિકના પૂર્વભવને સંબંધ. ૨૬૮
અને પેલો વસુદત્તને જીવ અનેક ભવમાં ભ્રમણ કરી શંભુ રાજાના પુરોહિત વિજય તેની સ્ત્રી રત્નસૂડાને શ્રીભૂતિ નામે પુત્ર થયે.
પેલી ગુણવતીને જીવ અનેક ભવમાં ભ્રમણ કરી શ્રી ભુતિની સી સરસ્વતી, તેની પુત્રી વેગવતી નામે થઈ. તેણે યૌવન વયે સુદર્શન નામના એક ધ્યાનસ્થ સાધુના ભકતને હાસ્યથી કહ્યું કે આ સાધુને મેં પૂર્વે સ્ત્રીની સાથે કીડા કરતાં જે હતે. આને તે તમે શું વંદના કરે છે ? આ વાત સાંભળીને લોકે વિષમ પરિણામી થઈ કલંકની ઉષણ કરતા સતા તે મુનિને ઉપદ્રવ કરવા લાગ્યા. એટલે જ્યાં સુધી આ કલંક મારા ઉપરથી ઉતરશે નહિ ત્યાં સુધી હું મારું ધ્યાન છાશ નહિ. એ તે મુનિએ અભિગ્રહ કર્યો. '
પછી કઈ શાસન દેવતાએ રેષથી વેગવતીનું મુખ રોગગ્રસ્ત કર્યું અને સાધુના ઉપર મુકેલા કલંકની વાત તેના પિતાના જાણવામાં આવતાં વેગવતીને ઘણોજ તિરસ્કાર કર્યો. એક તરફ પિતાને રોષ, બીજી તરફ રેગથી ભય પામીને વેગવતીએ સુદર્શનમુનિ પાસે આવી સર્વ લોકેની સમક્ષ ઉચ્ચ સ્વરે આ પ્રમાણે કહ્યું–હે સ્વામિ તમે સર્વથા નિર્દોષ છે. મે તમારી ઉપર આ ખોટ દેષ આરે પણ કરે છે માટે હે ક્ષમાનિધિ ! મારો એ અપરાધ ક્ષમા કરે? તે વચન સાંભળી લેકે પાછા ફરીથી તે મુનિને પૂજવા લાગ્યા. ત્યાર પછી વેગવતી પરમશ્રદ્ધાળુ શ્રાવિકા થઈ. શંભુ રાજાએ તેની માગણી કરી. શ્રી ભૂતિએ કહ્યું કે હું મારી કન્યા મિથ્યાદષ્ટિને આપીશ નહિ. તે સાંભળી શંભુ રાજાએ શ્રી ભૂતિને મારી નાખીને વેગવતીની સાથે બળાત્કારથી ભંગ કર્યો. તે વખતે વેગવતીએ શાપ આપે કે હું ભવાંતરમાં તારા વધના માટે થઈશ. પછી શંભુ રાજાએ તેને છોડી દીધી એટલે હરિકાન્તા (સાધ્વી) આર્યાની પાસે દીક્ષા લઈ આયુષ્ય પૂર્ણ કરી વેગવતી સાધ્વી પાંચમા બ્રહ્મ દેવલોકમાં ગઈ. ત્યાંથી અવીને તે જનકરાજાની પુત્રી સીતા થઈ અને પૂર્વના શાપના વશથી શંભુ રાજાના જીવ રાક્ષસપતિ રાવણના મૃત્યુના માટે તે થઈ પી. પૂર્વે સુદર્શનમુનિ ઉપર ખોટો દેષ આરેપણ કરવાથી આ સીતાના ભવમાં તેના ઉપર લેકેએ ખાટું કલંક મૂકયું.
જૈન ગ્રંથો પ્રમાણે રામસીતાદિકના પૂર્વ ભવન ટુંક વિચાર લખી બતાવ્યું.”
|| ઇતિ જેન પ્રમાણે–રામ સીતાદિકના પૂર્વ ભવોનું સ્વરૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org