________________
પ્રકરણ ૩૭ મું. વૈદિકે રામસીતાદિકના પૂર્વભવને સંબંધ. ૨૭૧ ખેડાવતાં પૃથ્વીમાંથી અદ્દભુત તેજવાળું સિંહાસન પ્રગટ થયું. સિંહાસનની ચારે દિશાએ ચાર સખિઓ મારે છલ ધરીને ઉભી રહેલી અને મધ્યમાં પવિત્ર ગુણવાળાં ભૂમિપુત્રી ( સીતાજી) બીરાજ્યાં હતાં. જનકની પ્રાર્થનાથી સખિઓ સહિસિંહાસનને લેપ થઈ ભૂમિ પુત્રી કન્યા થઈ ગયાં. અને રાજાએ જાનકી નામ રાખ્યું. પણ નારદે આવીને સીતા કહ્યાં.” | ( ટીપમાં જણાવ્યું છે કે-હલના લીટાનું નામ સીતા છે તેથી સીતા થયાં.)
જનકે તપ કરી શિવની પાસેથી ધનુષ મેળવી પ્રતિજ્ઞા કરી કે આ ધનુષ તેડે તે આ કન્યાને વરે? ઘડો દટાવ્યા પછી રાવણને ચારે દિશાઓમાં પરાજય થતે તે પણ ત્રણે લોક પિતાના વશમાં કર્યો.”
(૨) ત્રાગ્યેદમાં બતાવેલી સીતા સંસ્કૃત. સા. પૃ. ૩૯૪ માંથી.
“સીતાને વૃત્તાંત તે પણ તેની સાથે જેલ શકાય તેમ છે કારણ કે હળ ખેડવાથી જમીનમાં પડેલી ચાસને માટે ચેતનત્ત્વનું આરોપણ થવાથી દેવી તરીકે એનું આવાહન કરવામાં આવેલું ગગવેદમાં આપણે જોઈએ છે. કેટલાક ગૃહ્યસૂત્રોમાં પણ ખેડાએલી જમીનની દેવતા તરીકે એ સૂત્રમાં એની
સ્તુતિ કરવામાં આવી છે. અને ઈદ્ર અથવા પર્જન્યની સ્ત્રી તરીકે એને ગણવામાં આવી છે. સીતાની ઉત્પત્તિ આવી રીતે થએલી તેનું સૂચન રામાયણની અંદર જ થએલું છે.”
રાવણને નાશ કરવા ફરીથી જન્મેલી સીતા. (૩) હિંદુસ્તાનના દેવે પૃ. ૧૭૧ થીજ
મિથિલાના રાજા જનકને એક ઘણી જ ખુબસુરત કન્યા હતી. તેની ઉત્પત્તિ તેની કાન્તિના જેવીજ અદ્ભુત હતી, એક વખત રાજા ખેતર ખેડતે હતો એવામાં તેને હળ જે જમીન ઉપર ફરી વળ્યા હતા તે ઉપરથી બાળક ઉત્પન્ન થયું અને એથી તેનું નામ તેણે સીતા (ચાસ) પાડયું. તેના આવા અદ્ભુત પ્રકારના જન્મને લીધે તેને લક્ષમીનું સ્વરૂપ માનવામાં આવે છે. પૂર્વ જન્મમાં જે રાવણે તેનું અત્યંત અપમાન કર્યું હતું તેના પર વેર વાળી તેને નાશ કરી તેણે ફરી અવતાર લીધે હતે.
* જનકની પુત્રી જાનકી એ ગૌણનામ સ્વાભાવિક જ ગણાય? વિશેષ શું?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org