________________
૨૫૮
તવત્રયી-મીમાંસા. . ' ખંડ ૧ તે પણ મારા રાજ્યમાંથી સાત દિવસમાં નીકળી જાઓ અને રહેશે તે તમને મારી નાખતાં મને પાપ નહિ લાગે. આ જગપર આચાર્યનું સમભાવનું કહેવું અને નમુચિનું ઉગ્રપણાથી બેલવું ઘણું થયું છે. છેવટે એકનો બે ન થયું ત્યારે આચાર્ય તપવનમાં આવી સાધુઓની સાથે વિચાર કરવા લાગ્યા અને છેવટે એવો વિચાર થયે કે–આ મહાપદ્મ ચકવર્તીના મોટાભાઈ દીક્ષિત અને લબ્ધિવાળા વિષણુકુમારને બોલાવી લાવવા. આ વખત વિષકુમાર મેરૂ પર્વત ઉપર હતા ત્યાં કેણ જાય? તે વખતે એક સાધુએ કહ્યું કે મેરૂપર્વત ઉપર જાવાની તે શક્તિ મળે છે પણ પાછા આવવાની શક્તિ નથી. ગુરૂએ કહ્યું તું જા! વિકુમાર તને પાછા લઈને આવશે. હવે ગુરૂની આજ્ઞાથી તે લબ્ધિવાળા સાધુ થોડા જ વખતમાં વિષ્ણુકુમાર પાસે પહોંચ્યા. સર્વ વૃત્તાંત કહ્યો. વિષ્ણુ કુમાર રાજષિ તે સાધુને લઈને ગુરૂની પાસે આવ્યા. ગુરૂને વાંઘા, ગુરૂની આજ્ઞા લઈ પોતે એકલાજ રાજસભામાં ગયા. ત્યાં એક નમુચિ–બલ વિના સભાના બધા લોકેએ વંદન કર્યું વિષ્ણુકુમાર મુનિએ ધર્મોપદેશ આપતાં કહ્યું કે–નિ:સંગી સાધુઓની સાથે વૈર રાખવું તે ઘણું અગ્ય અને નરકનું કારણ થાય છે. સાધુ કેઈની નિંદા કરતા નથી તેથી નમસ્કાર કરવાને ચગ્ય છે. છતાં તેમની પાસે નમસ્કાર કરાવવાને હઠ કરે એ તદ્દન અયોગ્ય છે. છેવટ નમુચિ બલને ઉદ્દેશીને કહ્યું કે હે નમુચિ બલ! તું આ કાર્યને છેવ દે! આ જગપર ઘણી યુક્તિ પ્રયુક્તિ કરવામાં આવી છે પણ નમુચિ બલ એકનો બે ન થયા. છેવટે કહ્યું કે ચોમાસાના દિવસોમાં સાધુ કયાં જાય? પછી તું કહીશ તેમ સાધુઓ કરશે. છેવટે નમુચિબલ કટકીને બોલ્યા કે તું માન્ય કરવા યોગ્ય છે તેથી તારા માટે ત્રણ પગલાં (ત્રણ ડગલાં) જગ્યા આપું છું. બાકી જે કઈ પણ સાધુ મારા રાજ્યમાં રહેશે તે હું તેને જીવતે નહિ રહેવા દઉ. છેવટે વિષકુમાર મુનિએ વિચાર કર્યો કે–આત કઈ મહાપાપી સાધુઓનો ઘાતજ ઈચ્છે છે. તેથી કંઈ પણ પ્રકારથી સમજે તે નથી. માટે હવે તે તેની જડ જાય તે બચાવ થાય તેમ છે. હવે વિષકુમાર મુનિ કપમાં આવી પિતાની વૈક્રિય લબ્ધિથી એક લાખ જે જનનું શરીર બનાવી, એક ડગલાથી ભરત ક્ષેત્રાદિક માપી લીધું, બીજા ડગલાથી પૂર્વ પશ્ચિમના સમુદ્રને માપી લીધા. અને ત્રિનું ડગલું નસચિબલના માથા ઉપર મુકી સિંહાસનથી નીચે નાખી નમુચિબલને ધરતીમાંજ બેસી ઘા અને મરીને નરકમાંજ ગયો. વિષ્ણુમુનિને દેવતાઓએ મધુર ગાયન સંભળાવી શાન્ત કર્યા. પછી પિતાના શરીરને સંકેચ કરી ગુરૂની પાસે પાપનું પ્રાયશ્ચિત લઈ વિહાર કરી ગયા. તે મુનિ તપ જપાદિકની સાથે સંયમનું પાલન કરી મેક્ષમાં ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org