________________
૨૪૮ તત્ત્વત્રયી–મીમાંસા.
' ખંડ ૧ કૌશિકા નામની નદી રૂપે થઈ. હવે જમદગ્નિ રેણુની પુત્રી રેણુકા સાથે પરણ્યા અને વસુમાદિ પુત્રમાં છેલ્લા પરશુરામ થવા તે વાસુદેવના અંશ રૂપે થયા. તેમને પૃથ્વીના ભારભુત દુષ્ટ ક્ષત્રીઓને ૨૧ વાર નાશ કર્યો. રાજા બે પૂછ્યું હે બ્રહ્મનું ? રાજાઓએ રામને શો અપરાધ કર્યો? કે જેથી પરશુરામે ક્ષત્રીઓને વારંવાર વાશ કર્યો. ત્યારે શુકદેવજીએ કહ્યું કે હે રાજન્ ! હૈહયેના રાજા સહસ્ત્રાર્જુને દત્તાત્રેયની આરાધના કરી, તેથી તે હજાર ભુજાવાળે અને અણિમાદિક અનેક સિદ્ધિઓવાળો અતિદુઘર્ષ થયો. તે એક દિવસ આહેડુ કરતે જમદગ્નિના આશ્રમે જઈ ચઢ, જમદગ્નિએ કામધેનુના પ્રભાવથી સૈન્ય સાથે તેનું આતિથ્યપણું કર્યું, પણ પિતાનાથી અતિશયવાળું ઋષિનું એશ્વર્ય દેખીને તેને સવત્સા કામધેનુને હરણ કરી. તે વાતની ખબર પડ્યાથી રામ પરશુ લઈ સહસ્ત્રાર્જુનની પાછળ જઈ સિન્ય સાથે તેને નાશ કર્યો અને તેના દશ હજાર પુત્ર ભયથી ભાગી ગયા. રામ કામધેનુ લઈ પોતાના આશ્રમે આવ્યા. જમદગ્નિએ કહ્યું કે હે રામ! તે રાજાને વધ કર્યો તે તો બ્રહ્મહત્યાથી પણ મહાપાપ કયું, માટે એક વર્ષ તીર્થયાત્રા કરીને પાપને નાશ કર ! ( આ પંદરમાં અધ્યાયને કિંચિત્ સાર કહો) હવે આગળ ૧૬ મા અધ્યાયને કિંચિત સાર–
પિતાની આજ્ઞાથી “રામ” તીર્થયાત્રા કરી એક વર્ષે પાછા આવ્યા. હવે એક દિવસે–રેણુકા ગંગાજી ગયાં, ત્યાં અપ્સરાઓની સાથે કીડા કરતા ચિત્રરથ ગાંધર્વ રાજાને જોઈ પૃહવાળી થએલી, હોમની વેળાને ભૂલી ગઈ. શાપની શંકાવાળી થએલી મુનિના આગળ ઘડે મૂકી હાથ જોડીને ઉભી રહી. મનથી
વ્યભિચારિણી જાણીને કહ્યું- હે પુત્ર આ પાપિનીને મારે? આ વાત કેઈએ કાને નહિ ધરી, ત્યારે રામને પ્રેર્યો, ત્યારે તેણે “બ્રામાત્રા વધી” માતાની સાથે ભાઈઓને પણ મારી નાખ્યા. એટલે જમદગ્નિએ વર માગવાનું કહ્યું. રામે મારેલાને જીવાડવાને અને મારેલાની સ્મૃતિ ન થાય તેવો વર માગ્યો કે તરતજ નિદ્રામાંથી જાગી ઉઠે તેમ બધાએ ઉઠીને ઉભા થયા.
હવે પેલા સહસ્ત્રાર્જુનના પુત્રે છિદ્ર જોઈ જમદગ્નિનું માથું કાપીને લઈ ગયા. પિતાને દેહ ભાઈઓને સોંપીને રામ પરશુને લઈ તે સહસ્ત્રાર્જુનના પુત્રોની પાછળ જઈ તેમનાં માથાં કાપીને મેટે પર્વત કરી દીધું અને તેના રકતથી મોટી ઘોર નદી બનાવી દીધી અને એકવીશ વાર નિઃક્ષત્રીય પૃથ્વી કરીને સ્વતંતપંચકે (કુરૂક્ષેત્રમાં) લેહિના નવ કુંડો કર્યા. અને પાછુ આણેલું પિતાનું મસ્તક લઈ તેમના શરીર સાથે જોડીને યજ્ઞ કર્યો અને બધી પૃથ્વી બ્રાહ્મણને આપી દીધી અને પિતે પાપ રહિત થઈ ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org