________________
२४६
તત્ત્વત્રયી-મીમાંસા.
-
ખંડ ૧
રમતી રાજાની નાની છોકરીને બીજેરૂં ધર્યું મને વાંછે છે? કહીને ઉપાડી લીધી. ભયથી રાજાએ ધન આપીને વિવાહી દીધી. શાળીઓનું કુરૂપ દૂર કરી આશ્રમે ગયે. રેણુકા નામ રાખી મોટી થએ ફરીથી પર. પુત્રના માટે બે ચરૂં સાધ્યા ક્ષત્રીય ચરૂના ભક્ષણથી રેણુકાના રામ થયા. બ્રાહ્મણ ચરૂના ભક્ષણથી હસ્તિનાપુરમાં અનંતવીર્યને આપેલી રેણુકાની બહેનને કતવીર્ય પુત્ર છે. રેગથી આકાશ ગામિની વિદ્યાને ભૂલેલા વિદ્યાધરની સેવા કરી રામે પરશુની વિદ્યાલઈ સાધી, તેથી પરશુરામ થયા. બહેનને મળવા હસ્તિનાપુરમાં ગએલી રણુકાને અનંત વીર્યના સંબન્ધથી પુત્ર થયે. તે પણ જમદગ્નિએ લાવીને આશ્રમમાં રાખી ક્રોધમાં આવીને પરશુરામે પરશુ લઈ માતાનું તેમજ છોકરાનું માથું કાપી નાખ્યું.
ખબર પડતાની સાથે આવીને અનંતવી આશ્રમને ભમસાત કરી નાખ્યું. પરશુરામે પરશુથી સેના સાથે અનંતવીયને નાશ કર્યો. હસ્તિનાપુરને રાજા થઈ કૃતવી જમદગ્નિને નાશ કર્યો. પરશુરામ હસ્તિનાપુરમાં જઈને કૃતવીર્યને નાશ કરી રાજગાદી ઉપર ચઢી બેઠે. સગર્ભા કૃતવીર્યની રાણી તારાએ નાશીને તાપસના ભોંયરાનું શરણ લીધું. ત્યાં ચકવર્તીના પદને સૂચવતાં ચૌદ સ્વપ્નપૂર્વક પુત્રને જન્મ આપે સૂભૂમ નામ રાખ્યું.
હવે પરશુરામ ક્ષત્રીયના સંબધે જાજ્વલમાન થતા કુહાડાથી તેમને કાપી નાંખતે ફરતાં ફરતાં તારા રાણીના સ્થાન ઉપર આવી ચઢ કુહાડે દેદીપ્યમાન થતાં તાપસેને પૂછ્યું અહિં ક્ષત્રિય કેણ છે? ઉત્તર આપ્યો કે ગૃહરાવાસમાં અમે હતા. માત્ર ઋષિઓને છોડી દઈને સાતવાર નિક્ષત્રીય પૃથ્વી કરી. મુખ્ય મુખ્ય ક્ષત્રીઓની દાઢાઓ ભેગી કરી એક મેટે સ્થાળ ભર્યો પછી શાન્ત થયા. પણ મનમાં ભય પેસી જવાથી ગુપ્તપણે નિમિત્તિઓએને પૂછયું કે મારૂ મરણ તેનાથી થશે. નિમિત્તિઓએ કહ્યું કે–જેની દષ્ટિથી આ દાઢાઓની ખીર થશે અને સિંહાસન ઉપર બેસીને ખાસે તેનાથી તમારૂં મરણ થશે. હવે નિર્ણય થવા દાનશાળા મંડાવી ત્યાં સિંહાસન ઉપર તે ભરેલે સ્થાળ મૂકા.
હવે આ તરફ સુભૂમ માટે થાય છે તે વખતે મેઘનાદ વિદ્યારે પદ્મશ્રી’ પુત્રીના વરના માટે નિમિતિઆઓને પૂછયું. તેમને સુભૂમ વર બતા મેઘનાદે બધી હકીકત મેળવીને પુત્રી પરણાવી, પછી તે સુભૂમની પાસે આવીને રહ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org