________________
પ્રકરણ ૩પ મું. જૈનમાં–દત્તવા અલ્હાદ પ્રતિવા નું ત્રિક.
૨૫૫
આ જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં–સુસીમા નગરીના રાજા વસુંધરે ઘણા કાળ સુધી રાજ્ય ભેગવી પછી સુધર્મ મુનીનિ પાસે દીક્ષા લઈ શુદ્ધપણે પાલન કરી અન્ત પાંચમા બ્રહદેવલોકમાં દેવતા પણે ઉત્પન્ન થયા.
હવે આગળ આ જંબુદ્વીપનાં દક્ષિણ ભારતમાં શીલપુર નગરમાં મંદરથીર રાજા થયા તેમને પુત્ર-લલિતમિત્ર મહાગુણવાનું હતું છતાં પણ ખલ નામના મંત્રીએ તેના ભાઈને યુવરાજ પદવી આપી દીધી. આ પરાભવથી લલિતમિત્ર ઘસસેન મુનિ પાસે દીક્ષા લીધી. ખેલ મંત્રીને મારવાનો નિશ્ચય કરી–ઘોર તપશ્ચર્યા કરવા માં, આલોચના કર્યા વિના અને મરણ પામી સૌ ધમ દેવેલેકમાં મહર્થિક દેવતાપણે ઉત્પન્ન થયા.
- હવે પેલે ખલ નામાં મંત્રી ઘણુ કાળતક સંસારમાં ભમ્યા પછી આ જંબુદ્વીપના વતાય ગિરિ ઉપર ઉત્તર શ્રેણિમાં-તિલકપૂર નામના નગરમાં વિદ્યાધરને ઈદ્ર મલ્હાદ નામે પ્રતિવાસુદેવ પણે થયે.
હવે આ જંબૂઢીપના ભરતમાં વારાણસી નગરીમાં ઈક્વાકુવંશી અગ્નિસિંહ નામને રાજા હતા. તેણે જયંતી અને શેષવતી એમ બે રાણીઓ હતી. હવે પેલો વસુંધરને જીવ પાંચમાં દેવલોકથી ચ્યવને ચાર સ્વપ્ન સૂચિત નંદન નામે બળદેવ પણે ઉત્પન્ન થયા અને લલિતમિત્રને જીવ શેષવતીથી સાત સ્વપ્ન સૂચિત–દત્ત નામના વાસુદેવપણે ઉત્પન થયા.
હવે એક દિવસે–નંદન અને દત્તની પાસે અરાવણ જે હાથી સાંભળીને પ્રહાદ નામના પ્રતિવાસુદેવે તેમની પાસેથી માગણી કરી. તે ન મળવાથી સામસામી મોટું યુદ્ધ થતાં છેવટે પ્રલ્હાદે દત્તવાસુદેવ ઉપર ચક મૂકયું પણ તે નિષ્ફળ નિવડતાં દત્તે અલ્હાદ ઉપર છેડયું તેથી તેનું મસ્તક અને ધડ જુદાં થઈને પડયાં. પછી દત્ત ત્રણ ખંડને તાબે કરી ૭મા વાસુદેવપણે થયા. કૌમાર પણે ૯૦૦ સે, મંડલિકપણામાં અને દિવિજયમાં પચાસ પચ્ચાસ વર્ષ અને વાસુદેવપણામાં ૫૫૦૦૦ હજાર એકંદર પ૬૦૦૦ હજાર વર્ષના અને મરીને પાપના ચેગથી પાંચમી નરકમાં ગયા. અને તેમના મોટા ભાઈ નંદન નામના બળદેવ ભાઈના મૃત્યુ પછી દીક્ષા લઈ શુદ્ધ વ્રતનું પાલન કરી ૬૫૦૦૦ હજાર વર્ષના અન્ત એક્ષમાં ચાલ્યા ગયા. ત્રિષષ્ઠિના છઠ્ઠા પર્વના પાંચમા સર્ગમાં આ અધિકાર છે. આ દત્તાહિક વાસુદેવનું ત્રિક સાતમું છે. તેથી પૂર્વે પૂર્વે થએલા વાસુદેવાદિકનાં શરીર. બળ, આયુષ, સુખ અને સંપત્તિ આદિ ચઢતાં ચઢતાં હતાં અને તે કયા કયા તીર્થકરોના સમયમાં થતા આવ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org