________________
-
તત્ત્વત્રયી-મીમાંસા.
'
ખંડ ૧
પિતાના જેવા વિશ્વને ઉત્પન્ન કરનાર બીજા પણ પુત્ર ઉત્પન્ન કર્યા. તેના ક્રમ વડે ફરી તેણે મુખથી ગાયે ઉત્પન્ન કરી. ત્યાર પછી એંકાર જેમાં મુખ્ય છે એવા વેદ, અને તેની અભિમાની દેવતાઓ ઉત્પન્ન કરી. બ્રમ્હાએ એ પ્રમાણે સુષ્ટિ ઉત્પન્ન કરી અને ઉપર કહેલા દક્ષ વિગેરે સમર્થ માણસ પુત્રોને કહ્યું કે હે પુત્ર તમો રૂદ્ર સાથે પ્રજા સજે, તમારૂં કલ્યાણ થાઓ. તે સમયે પ્રજાના પતિઓએ રૂદ્રની પાસે જઈને કહ્યું કે હે મહેશ્વર ! તમે રૂદ્ર સાથે પ્રજા સ એ તમારા ઉપર બ્રહ્માને સંદેશ છે માટે અમે તારી સાથે પ્રજા સર્જવાને ઈચ્છીએ છીએ. દક્ષ વિગેરેનું એવું કહેવું સાંભળી રૂદ્ર બોલ્યા કે હે બ્રહ્માના પુત્ર ! તમે મારા પ્રાણ ગ્રહણ કરી અને મારા બ્રાહ્મણ પુત્રોને અગ્રસેર કરી–બ્રહ્માથી આરંભી સ્તંભ (ઘાસને ડાંડા ) પર્યંતના મદુરૂપમય સાત લોકેને સર્જવા યોગ્ય છે, માટે મારા વચનથી જાઓ. એવું કહેવું સાંભળી–દક્ષ વિગેરે પ્રજાપતિઓએ આદિ રૂદ્રને પ્રત્યુત્તર કહ્યો કે હે દેવ ! તમે જે પ્રમાણે આજ્ઞા કરે છે તે પ્રમાણે થશે. ત્યારપછી પ્રજાપતિ દક્ષને કહેવા લાગ્યા કે હે દેવ ! તું મેટો પ્રજાપતિ છે માટે તેને આગળ કરીને અમે પ્રજાઓ સજીશું. દક્ષે “ એ પ્રમાણે થાઓ ” એવું વચન કહ્યું. પ્રજાની ઈચ્છાવાળા બ્રહ્માએ તે પ્રજાપતિઓ સાથે સૃષ્ટિ રચવાને આરંભ કર્યો.
હે કષિઓ! થઈ ગયેલા સાતમા ક૯૫માં બ્રહ્માના-ઝભુ અને સનત કુમાર નામે તપલકમાં રહેનારા બે પુત્ર થયા. ત્યારપછી તે બ્રહ્માએ બીજા મહર્ષિ એવા માનસ પુત્રો ઉત્પન્ન કર્યા.
“મધુ, કૈટભની ઉત્પત્તિ અને વિનાશનું વર્ણન નામે પચીસ અધ્યાય.” ઇતિ વૈદિકે-પ્રાચીન વાયુ પુ. માં-વિચિત્ર પ્રકાર-મધુ અને કૈટભનું,
અને જગતની ઉત્પત્તિનું સ્વરૂપ.
આમાં કિંચિતવિચાર-મધુ અને કૈટભ આ બે ભાઈઓ મોટા રાજાઓ જેના ગ્રંથમાં કહયા છે. વૈદિક માર્કંડેયમાં વિષ્ણુના કાનના મેલથી ઉત્પત્તિ બતાવી છે. આ વાયુપુરાણમાં વાયુદેવે-એમ જણાવ્યું કે-આ બે ભાઈઓએ અચાનક પણે ઉત્પન્ન થઈ બ્રહ્માને એવું કહ્યું કે-તું અમે બન્નેને ભક્ષ થઈશ, પણ તે બન્ને કયાંથી આવ્યા અને શા કારણથી ભક્ષ થવાનું કહી ગયા? બીજા સર્વેને છેબ્રહ્માનેજ ભક્ષરૂપે છે તે વિચારવા જેવું થાય છે. વળી સૃષ્ટિ રચવાને પૂર્ણ જ્ઞાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org