________________
પ્રકરણ ૨૯ મું. ચેથા પુરુષોત્તમ વાસુદેવ અને મધુ પ્રતિ વાસુદેવ. ૨૨૩
વાળા બ્રહ્મા તે ભયંકર એ દૈત્યાને જાણી શકયા નહિ, તેથી ભયનુ રક્ષણ માગવા પાતાળમાં રિને શરણે ગયા. ફરીથી મધુ અને કૈટભને આવેલા જાણી રિએ વિષ્ણુ અને જીષ્ણુને ઉત્પન્ન કરવાની ખટપટ કરી. શુ` રક્ષા કરવાને તે સમય ન હતા ? વળી તે બે દૈત્યાએ વિષ્ણુ જીષ્ણુનુંજ સ્વરૂપ ધારણ કરી બ્રહ્માને સભ્ય રાખી દેવતાઓનાં સે। વર્ષા સુધી લડયા અને બ્રહ્માનું પણ ભાન ભુલખ્યું તેથી તેમને ઓળખવા ધ્યાન કરવું પડયું (ધ્યાન કેવુ તે આમ નથી) ધ્યાનથી જાણી'કમલ કેશરના અખ્તરથી વિષ્ણુ જીષ્ણુનું શરીર ખાંધી દીધું અને મંત્ર ખેલતા રહ્યા તેથી વિષ્ણુના સંદેશા લાવનારી કન્યા ઉત્પન્ન થઇ ગઇ. તેની પાસે પેલા એ દૈત્યાએ તેનાજ પુત્ર થવાના વર માગ્યા. તે પેલી કન્યાએ આપ્યા. આ કૃત્રિમની કન્યામાં વર આપવાની સત્તા કયાંથી ? છેવટે તે કૃત્રિમ એ દૈત્યોને– કૃત્રિમ વિષ્ણુ જીષ્ણુએ માર્યા પણ બ્રહ્માદિક ત્રણે મેાટા દેવામાંના કોઇએ કાંઈ કર્યુ” હાય તેમ જણાતું નથી. તેથી આ લેખ ચારે તરફથી વિચારવાનુ પંડિતાને જણાવું છું.
આગળ-એ દૈત્યા મરાણા પ્રલયના સમય જાણી બ્રહ્માએ રજા માગી. વિષ્ણુએ પૃથ્વીને સ્થાવર વિનાની કરી. જંગમના પ્રકૃતિમાં લય કર્યાં. વિચાર થાય છે કે—કૃત્રિમ દૈત્યને મારવા કૃત્રિમ વિષ્ણુ જીષ્ણુને ભળાવ્યા. તેના અંત દેવતાઓના સેા વર્ષે આવ્યેા તા આખી પૃથ્વીને સ્થાવર જંગમ વિનાની કરતાં કેટલા વખત લાગ્યા હશે ! અને તે કેની પાસે કરાવ્યેા હશે ? શું આ વાત વિચારવા જેવી નથી ? સૃષ્ટિની રચના કરવા માટે તપ કર્યું, ફળ ન આવતાં આંસુ પડયાં, તેના ઝેરી સર્પા થયા તેથી તપને ધિક્કારી છેવટે બ્રહ્માએ મૂર્છાથી પ્રાણ ગુમાવ્યા, ત્યાર બાદ મુડદામાંથી અગીયાર રૂદ્રો ઉત્પન્ન થયા તે પ્રાણ થયા. ફરી તે મુડદાના લલાટથી ૧૧ નીલલેાહિત ઉત્પન્ન થયા. તેણે બ્રહ્માને સજીવન કરી વર માંગવાનું કહ્યું, બ્રહ્માએ પૂછ્યું' કે તૂ' કોણ છે? ત્યારે ઇશ્વરે કહ્યું કે હું તારા પુત્ર છુ. છેવટે લેાકના અંતમાં—કૃષ્ણની અને રૂદ્રની સહાય લેવા ગયા. આ એ વખતે ઉત્પન્ન થએલા રૂદ્રો કયા ? અને સર્જવાના લાક કયા ? આટલું ટુંક માત્રજ લખી બાકીના વિચાર કરવાનું વાચક વર્ગને સોંપું છું.
॥ ઇતિ વાયુ પુરાણના મધુ અને કૈટભના વિચાર.ા પ્રકરણ ૨૯ મુ સંપૂર્ણ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org