________________
.
ખંડ 1
२१४
તન્નત્રયી-મીમાંસા. નવત્રિક થએલાં છે. તેમાંનું પહેલું અને બીજું ત્રિક-અગીઆરમા અને બારમા તીર્થંકરના સમયમાં થએલું બતાવી દીધું છે. હવે તેમા તીર્થકરના સમયમાં ભદ્ર બલદેવની સાથે સ્વયંભૂ વાસુદેવ અને મુરૂ નામને પ્રતિવાસુદેવ થયો છે એ બન્ને મહાન રાજાઓ છે. મુરૂએ રાવણની પેઠે લડાઈ ઝગડાઓ કરી ત્રણે ખંડના રાજાઓની પાસે પિતાની આજ્ઞા મનાવી છે. તે અરસામાં થએલા
સ્વયંભૂ મહાન રાજાએ પોતાના ભાઈ બલદેવની સહાયથી મુરૂનો નાશ કરી પોતે ત્રણ ખંડના બેંકતા વાસુદેવ થયા છે. પ્રતિવિષણુને વિષ્ણુજ મારે એ અનાદિનો નિયમ છે. તેથી સ્વયંભૂ નામના વિષ્ણુએ મુરૂ નામના પ્રતિવિષણુને સાઠ હજાર વર્ષના આયુષ્યના અન્ત માર્યો છે.
પુરાણકારેએ આઠમું ત્રિક લક્ષ્મણદિકનું અને નવમુ ત્રિક શ્રી કૃષ્ણાદિનું તેમનામાંનાં નામાદિક કેટલાંક કાયમ રાખી પૂર્વ કાળમાં થએલા વિષ્ણુનાં નામે ઉડાવી દઈને તેમના સમયમાં થએલા પ્રતિવિષણુઓ ( વિરેધીઓ) ને દાન (દૈત્યો) ના નામથી પ્રસિદ્ધમાં મુકી તેમના ઈતિહાસમાં આસમાન જમીનના જેટલે મટે ફેરફાર કરીને મૂકેલે છે. તેમાનું પહેલું ત્રિક બળદેવની સાથે મૂકેલું ત્રિપૂષ્ટ વાસુદેવ અને અશ્વગ્રીવ પ્રતિવાસુદેવનું અને બીજું ત્રિક બલદેવની સાથેનું મૂકેલું. દ્વિપૃષ્ટ વાસુદેવ અને તારક નામના પ્રતિવાસુદેવનું અગીઆરમા અને બારમા તીર્થંકરના સમયમાં થએલું તેને સંબન્ધ જૈન અને વૈદિકમાંથી જે લખીને બતાવ્યું છે તેને તપાસીને જુવે, કેટલો બધે ફેર થએલે છે એટલે ખાત્રી થશે.
હવે હું આ ત્રીજા ત્રિકમાંના મુદૈત્યને વિચાર કિંચિત કરીને બતાવું છું-યુઠિરને શ્રી કૃષ્ણ પોતેજ કહે છે કે-પૂર્વે કૃતયુગમાં મુરૂ નામના દૈત્યે બ્રહ્માદિક બધાએ દેવતાઓને સ્વર્ગમાંથી ભ્રષ્ટ કર્યા. પૃથ્વી પરના શિવને શરણે ગયા પણ શિવે વૈકુંઠના વિષ્ણુ બતાવ્યા. એટલે તે બધા બ્રહ્માદિક દેવતાઓએ સમુદ્રમાં સૂતેલા શ્રી કૃષ્ણને જગા બનેલી વાત કહી બતાવી. શ્રી કૃષ્ણ મુરૂને નાશ કરવાની પ્રતિજ્ઞા કરી. બ્રહ્માદિક બધાએ દેવતાઓને લઈને વિષ્ણુ ભગવાન પોતે ચઢયા. પણ દેવતાઓને મુરૂના તાપથી ભાગ્યા માત્ર શ્રી કૃણજ દિવ્ય હજાર વર્ષ બહુ યુદ્ધ સુધી ટકયા, પણ થાકીને નાશી જઈ-બાર
જનની ગુફામાં સુતા. મુરૂ પણ સુતેલા કૃષ્ણને મારવા તૈયાર થયે. ત્યારે તેમના અંગથી પેદા થએલી. કન્યાએ શ્રી કૃષ્ણને બચાવ્યા. વિચારી પુરૂષને આ કથા કેટલી શ્રદ્ધેય થઈ શકે? આધુનીક કેળવણીના સમયમાં આવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org