________________
I
,
પ્રકરણ ૨૮ મું ત્રિજા સ્વયંભ વાસુદેવ અને મેરક પ્રતિ વાસુદેવ. ૨૧૩
વૈદિક મતે મુરૂ દૈત્યની કથા. મુરૂ દૈત્યની સાથે દિવ્ય હજાર વર્ષના બાહુ યુદ્ધથી કૃષ્ણ નાશી છુટયા. બ્રહ્માંડ પુરાણમાંથી માગર શુદિ એકાદશીની કથા. કલોક ૧૪૩ માંને કિંચિત સાર-છવીશ એકાદશીમાંની પહેલી.
૫ શ્રી કૃષ્ણને અર્જુને પૂછ્યું કે-માગસર શુદિ અગીઆરસના વ્રતથી હજારે યજ્ઞનું ફળ શાથી? શ્રી કૃષ્ણ ઉત્તરમાં જણાવ્યું કે પૂર્વે કૃતયુગમાં મુરૂ નામના દૈત્યે ઇંદ્ર, બ્રહ્માદિ બધાએ દેવતાઓને સ્વર્ગમાથી ભ્રષ્ટ કર્યા. એટલે પૃથ્વી ઉપર આવી મહાદેવજીની પાસે પોતાનું રક્ષણ માગ્યું. મહાદેવે વિષ્ણુ બતાવ્યા એટલે તેઓએ જલ મધ્યે સુતેલા વિષ્ણુને સ્તુતિ કરીને જગાડયા અને બધી હકીકત કહી બતાવી, એટલે વિષ્ણુ બોલ્યા કે એ દુષ્ટ દૈત્ય કયું છે? કે જેણે બધાએ દેવતાઓને સ્વર્ગમાંથી ભ્રષ્ટ કર્યા ? બતાવે તેનું નામ, ઠામ, ઠેકાણું પછી ઈન્ટે કહ્યું કે ચંદ્રવતી નગરીમાં બ્રહ્મવંશના નાજિંઘને પુત્ર મુરૂ છે તેને બધાએ વિશ્વને જીતી લીધું અને એણે અમારા દેવતાઓને પણ નાશ કર્યો. આ વાત સાંભળતાં વિષ્ણુ ભગવાને તેને નાશ કરવાનું વચન આપ્યું અને બધાએ દેવતાએને લઈ ચંદ્રવતીમાં લડવા ગયા. પણ દેવતાઓ તે તે દૈત્યના એકજ સપાટાથી નાશી ગયા. છેવટે વિષ્ણુ ભગવાન તે દૈત્યની સાથે દિવ્ય હજાર વર્ષ સુધી બાહુ યુદ્ધમાં પડ્યા પણ થાક્યા. તેથી નાશીને બદરિકાશ્રમમાં એકજ દરવાજાવાળી બાજનની ગુફામાં જઈને સુતા-મુરૂ દૈત્ય પણ પાછળ ત્યાં જઈને મારવા તૈયાર થયું. તે વખતે મારા અંગમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. તેની સાથે લડતાં છેવટે તે મુરૂ નામને દૈત્ય માણે. એટલે મારી નિદ્રા પુરી થતાં ઉઠીને જોવા માંડયું તે તે દૈત્યને મરેલો જોયો અને નમ્ર રૂપે તે કન્યાને જોઈ પૂછયું કે આ દૈત્ય કેણે માર્યો કન્યાએ કહ્યું કે મેં માર્યો છે. પછી મેં સંતુષ્ટ થઈ કન્યાને વર માગવાનું જણાવ્યું. કન્યાએ કહ્યું જે આપ મને વર આપતા હોય છે જે આ એકાદશીમાં મને દૈત્યને મારવાની શક્તિ પ્રાપ્ત થઈ છે તે એકાદશીનું લેકે વ્રત કરે? એટલે વિષ્ણુ ભગવાને તે વર આપે. માટે આ માગસરસુદિ એકાદશીનું વ્રત કરતાં હજારા યાનું ફળ મળે છે. “ઈત્યાદિ” વિશેષ બતાવેલા ગ્રંથમાંથી જોઉ લેવું.
જૈન વૈદિકના મુરૂની સમીક્ષા જૈન પ્રમાણે આ અવસર્પિણીમાં બલદેવની સાથે વિષ્ણુ પ્રતિવિષ્ણુનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org