________________
પ્રકરણ ૧૯ મું પુરાણકાલ તેમાં લખાયેલ ઇતિહાસ. ૧૬૫ સ્વરૂપના ઈતિહાસને ઉધા છત્તા સ્વરૂપથી જણાવનારાં, બ્રહ્માદિક અનેક દેવેથી આ સૃષ્ટિની ઉત્પત્તિને કથન કરનારા, નીતિથી વિરૂદ્ધ અને કુદરતથી પણ વિરૂદ્ધના વિષય ને પિષનારાં, વૈદિકના અનેક પંડિતેએ અનેક પુરાણે લખી પિતાનાં નામને છુપાવી નિર્દોષ એવા વ્યાસના નામ ઉપર ચઢાવી તેમને કલંગ કિત શા કારણથી કર્યા?
ઈશ્વર પ્રણીત વેદેના આગ્રહ કરવાવાળા પંડિતે અને સત્ય શોધક સજજન પુરૂષે મધ્યસ્થ દષ્ટિથી વિચાર કરે અને દુનીયામાં સત્યવસ્તુનું સ્વરૂપ કયા મતમાં રહેલું છે તે શેધવાને પ્રયત્ન કરે સુષુ કિમધિકેન?
વેદકાલ-ઘણા વિદ્વાનોના મતથી બાલ કાલ તરીકેની ગણત્રીમાં ગણાયે છે. વેદના પછી વેદની પુષ્ટિ માટે બ્રાહ્મણ ગ્રંથ રચાયા છે. એ જ અરસામાં જૈન, બૌદ્ધ અને આજીવકાદિ પાંચ છ પંથે ચાલતા હોવાનું પંડિતેએ જાહેર કરેલું છે. જૈન તત્વોના આંતરિક વિચારકોએ જેન ધર્મ ઘણા લાંબાકાલથી ચાલતે આવે છે એમ જગ જેહેર કરેલ છે. અને તે પાંચ છ પથામાં જેન અને બૌદ્ધ આ બે મહત્વના જ ગણાયા છે. આ બેની વિશેષ જાગૃતિમાં વૈદિક ધર્મ વાળાઓ સાથે ધર્મની બાબતમાં મેટાં યુદ્ધો મંડાયાં હતાં, પરંતુ ધર્મના નામે તદ્દન અગ્ય હિંસામાં ધર્મના સ્થાપનારા બ્રાહાણે હલકા લેખાયા હતા. આ તરફ જૈન બોદ્ધના તત્વની ગોઠવણ પુસ્તક ઉપર થતી ચાલુ હતી. તેમના પરિચયમાં સારી પેઠે આવ્યા પછી વૈદિક બ્રાહ્મણેએ-ઉપનિષદની રચનાનો માર્ગ શરૂ કર્યો હતે. તેમાં આત્મ તત્ત્વની વાત લખતાં વૈદિક હિંસા ક્રિયાઓની હલકાઈ પણ જાહેરમાં બતાવતા ચાલ્યા. અહિંસુધી વૈદિક ધર્મમાં ઈતિહાસની બાબતને પ્રચાર વિશેષ કઈ પણ ગ્રંથેથી જણાતું નથી. ત્યાર બાદ ઘણા કાળ પછી જેનોને સર્વજ્ઞ કથિત ત્રિષષ્ટિ શલાકા પુરૂષનાં ચરિત્રેના પરિચયમાં આવ્યા પછી કેટલાએક બ્રાહ્મણ પંડિતે જેનોના ઈતિહાસને ગ્રહણ કરી તેમાં ઉંધી છતી કલ્પનાઓની ગોઠવણ કરતા ગયા અને એક પછી એક પુરાણની રચના કરતા ગયા. અને પિતાનાં નામેને છુપાવી વેદવ્યાસના નામે તે વાતે પ્રસિદ્ધ કરતા ગયા. આગળ અઢારની સંખ્યા થતાં એકીમતે લખી દીધું કે વ્યાસે જન્મ ધરતાની સાથે અઢારે પુરાણની રચના કરી તરતજ જંગલમાં ભાગી ગયા. આ એકજવાત પુરાણના લેખેના સંબંધમાં સત્યતા કેટલી પ્રગટ કરે છે? મૂલથી ચાલતા હિંદુ ધર્મમાં વેદ સમયના ઋષિ કે જે બાળકાળના સમય જેવા ગણાયા છે. તે હિંદુ ધર્મમાં હજારો વર્ષ થઈ ગયા પછી પુરાણના લેખકેમાં અબજોના અબજો વર્ષના પૂર્વ કાળના સંબંધવાળે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org