________________
૨૦૨
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૧
(૨૩) જેણે ઘણાં ગામના પટા (શાસનપત્ર) આપીને ધમ વાવમાં સ્નાન
કર્યું અને ઘણુ બ્રાહણેને ઘણા પ્રકારનાં દાન આપ્યાં. (૨૪) જેણે પુરૂનું પાલન અને દુષ્ટ પુરૂષનું નિગ્રહણ કર્યું. (૨૫) જેણે યાદવ વંશમાં જન્મ લઈને પૂતનાનો અને શકટ દૈત્યને
નાશ કર્યો. (ર૬) જેણે ૧ અરિષ્ટ દૈત્યને, ર કેશીને, ૩ બકાસુરને, ૪ વૃકાસુરને,
૫ શકટાસુરને, તૃણાવર્ત ધનુક અને મલને નાશ કર્યો. (૨૭) જેણે કંસને તથા જરાસંધને માર્યા છે. - (૨૮) જેણે તારકાસુર સાથે છ અયુત વર્ષ સુધી યુદ્ધ કર્યું. (૨૯) જે સર્વ ભકતેના ત્રાતા, દુરાત્માઓને હણતા એવા મહાનું કાર્ય
કરવાવાળા જે વિષ્ણુ ભગવાન તે અશ્વમુખવાળા કેમ થયા? એ
અમને ઘણુંજ આશ્ચર્ય થાય છે.
હવે મહાદેહજીએ ઉત્તર આપે કે–હે પુત્ર કંદ? સાવધ પણે સાંભળ. એક વખત દેવતાઓએ પૃથ્વી ઉપર યજ્ઞને આરંભ કર્યો, ત્યાં સર્વ રૂદ્રના પુરોહિતે આહવાન કરવા લાગ્યા. બધાએ દેવ હાજર થઈ ગયા. પરંતુ વિષ્ણુ હાજર થયા નહિ, તેથી વૈકુંઠમાં સમુદ્રમાં અને પાતાલાદિક સર્વ સ્થાનેપર તપાસ કરાવી તે પણ બ્રહ્મરૂપ વિષ્ણુ ભગવાનનાં દર્શન થયાં નહિ છેવટે નમન કરીને દેવોએ બૃહસ્પતિને પૂછ્યું. બૃહસ્પતિએ ધ્યાન માં તપાસતાં ધનુષ્ય બાણ સાથે ધ્યાનમાં બેઠેલા જોયા, ધ્યાનથી જાગૃત કરવાને ઉપાય ખેલતા દેવેને ઉદ્દેહીઓ (ઉધઈઓ) એ કહ્યું કે-ધનુષ દેરી કાપી નાખે તે ધ્યાનથી જાગૃત થશે. દેવોએ કહ્યું કે સમાધિસ્થને વિધ કેમ કરાય ? બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું કે જો તમે આ કાર્ય કરે તે સર્વ ભક્ષ્ય વસ્તુના અધિકારી બને અને યજ્ઞની પણ સિદ્ધિ થાય. દેવેએ ઉધેઈએને કહ્યું કે તમે આ કાર્ય કરી આપે ઉધેહીઓએ કહ્યું કે અમારે યજ્ઞની કે દેવેની જરૂર નથી. અમેને સર્વ યોમાંથી ભાગ આપતે કાર્ય થાય. દેવતાઓએ તે વાત કબુલ કરી એટલે ઉઘેહીઓએ એકત્ર મલીને ધનુષની દેરી કાપવા માંડે. અને ધનુષની દેરી સુધી પર્વત જેટલે રાફડે બનાવી દેરીનું ભક્ષણ કર્યું. એટલે દેરી ગુટતાં ધનુષથી વિષ્ણુ ભગવાનનું માથું કપાઈ ગયું અને ઉછલીને સ્વર્ગમાં ચાલ્યું ગયું.
* છ અયુત એટલે સાઠ હજાર વર્ષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org