________________
૨૦૬
તત્વત્રયી–મીમાંસા.
.
ખડ ૧
w
wwwwwwwwww wwwwwwwwww www
એને મારી નાખ્યા, જ્યારે બીજાઓ નાશીને ભાગી ગયા. ત્યારે મધ્યમાં રહેલા– ઇંદ્રાદિક, લોકપાલે, અને વિષ્ણુ આદિકને જેમ વાઘ મનુષ્યને અને પશુઓને પકડે તેમ પકડીને બાંધ્યા. પછી તારકાસુર રથમાં બેશીને પિતાના સ્થાન પર ચાલ્યા ગયા. દૈત્ય અને અપસરાઓની સ્તુતિની સાથે રાજ્ય આસન ઉપર બેસી ત્રણે લેકની સંપદા ભગવતે-ગાંધર્વાદિક સ્ત્રીઓની સાથે કીડા કરવા લાગે. ઈત્યાદિ.
તારક દૈત્યની સમીક્ષા. - સજજને જૈન ઇતિહાસથી જે તારક નામને પ્રતિવાસુદેવ કહ્યું હતું તેને જ કમ પલટાવીને મનુષ્યરૂપને અસુર કહીને દૈત્યરૂપે ઠરાવ્યું હોય એવું ભાસ થાય છે કે નહિ? બીજું મનુષ્યના યુદ્ધના ઠેકાણે આ પુરાણકારે દેવતાઓનું યુદ્ધ ગોઠવ્યું અને જે “દ્વિપૂર્ણ વાસુદેવ હતા તેમને વિષ્ણુ ભગવાન ઠરાવ્યા જેમ પહેલા “અશ્વશીવ” પ્રતિવાસુદેવને માથુ કપાયા પછી ઘડાનું માથું લગાડને હયગ્રીવવિષ્ણુ” કહ્યા હતા તે જ પ્રમાણે આ બનાવ બનેલ જોઈ . કદાચ માની લઈએ કે દૈત્ય દેવેની લડાઈ થઈ હોય પણ તે કયા કાળમાં અને કયા ઠેકાણે શું આ વાત વિચારવા જેવી નથી ? બીજી વાત એ છે કે-અનાદિ કાળના વિષ્ણુ, જે ભગવાનરૂપે સત્ય હોય તે, દેવ દૈત્યેની લડાઈમાં પડવાની તેમને શી જરૂર હતી? કદાચ માનીએ કે દેવતાઓને બચાવ કરવા વચમાં પડ્યા, તે પછી તારક દૈત્યના હાથે કરડે દેવતાઓનો નાશ શું કરવાને થવા દીધે? એટલું જ નહિ પણ પતે જગતના ઉદ્ધારક હોવા છતાં પેલા તારક વાઘના સપાટામાં પશુરૂપ થઈ કેદી રૂપ કેમ બન્યા? આપણે સાંભળીએ છીએ કે વિષણુ ભગવાને અનેક અવતાર લઈને અનેક કામે કર્યા છે. કેઈ અવતારમાં પહાડ ઉંચકીને ફેંકી દીધા છે, તે કઈ અવતારમાં પૃથ્વીને પાણીમાંથી બહાર ખેંચી લાવ્યા છે. વળી નૃસિંહનું રૂપ ધરીને તો દૈત્યને ચીરી નાંખ્યો છે, અને ગીતામાં દુખી ભકતેને ઉદ્ધાર કરવાનું વચન આપીને વૈકુંઠમા ગયા છે, તે તે બધાએ પ્રકારની સત્તા આ એક તારક દૈત્યના આગળથી ભાગીને ક્યાં ચાલી ગઈ? સજજને ! આમાં સત્ય શું છે તેને વિચાર કરો કે ?
| ઇતિ વૈદિકે-મત્સ્ય પુરાણના તારકાસુર અને તેની સમીક્ષા.
પુનઃ સ્કંદ પુરાણના તારકાસુર, સ્કંદપુરાણ. ખંડ પહેલે પત્ર ૧૦૫ થી ૧૧૧, અધ્યાય ૧૫ થી ૧૮ તેના લેક ત્રણસેના આસરે છે તેને કિંચિત સાર–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org