________________
१६८
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૧
vvvwvvwvvur
પ્રકરણ ૨૦ મું-વૈદિકેએ-પાછળથી પુરાણે લખી કલ્પી કાઢેલા બ્રહ્માદિક દે.
ભગ શબ્દના અર્થવાળો, ઉત્પત્તિ આદિના જ્ઞાનવાળે તે ભગવાન કેઈ પુરાણમાં છે?
બ્રહ્મા, વિષ્ણુ અને શિવની કલ્પના.
ધર્મ વર્ણન પૃ. ૯૦ થી ત્રિમૂર્તિ-પંચાયતન. ૧ “પરમાત્મા એ જગતની સુષ્ટિ, સ્થિતિ અને લયનું કારણ છે. અને એ ત્રણ કર્મોને લઈ એનાં (૧) બ્રહ્મા, (૨) વિષ્ણુ અને (૩) શિવ એ ત્રણ રૂપે કલ્પાએલાં છે. પરમાત્માની સઘળી લીલા આ ત્રણ કર્મમાં આવી જાય છે, અને તેથી પ્રાચીન કાળના ઇંદ્ર, વરૂણ વગેરે દેવને ઠેકાણે પુરાણના સમયમાં આ ત્રણ દેવો મુખ્ય ગણાયા છે.
૨. બ્રહ્માની કલ્પના વેદના “મા” ઉપરથી થઈ છે. આપણે જોયું કે પ્રધાન એટલે ધાર્મિક શબ્દ, સ્તુતિ, વેદ–જે વિશ્વમાં વ્યાપીને વિશ્વને વૃદ્ધિ પમાડે છે. એને અધિષ્ઠાતા દેવ તે “ઐહ્મા” જે પરમાત્માના શબ્દથી આ આખું બ્રહ્માંડ સર્જાયું છે તે જ પરમાત્મા એમાં પેશીને (વિ–પેસવું ધાતુ ઉપરથી) એનું પાલન કરે છે. એ રૂપે એ “વિષ્ણુ” કહેવાય છે. અને એ પાલન માટે પરમાત્માએ આ જગતમાં આવી ભક્તને સહાય થવું પડે છે. અને કષ્ટને વિનાશ કરવો પડે છે. તેથી વિષ્ણુના વિવિધ અવતાર થયા મનાય છે. પરમાત્માનું ત્રીજું સ્વરૂપ “રૂદ્ર” અથવા “શિવ કહેવાય છે. તેફાની પવનમાં પ્રકટ થતી પરમાત્માની ઊગ્ર મૂર્તિને વેદમાં “ રૂદ્રા” નામ આપવામાં આવેલું હતું તથા એની અગ્નિ સાથે એકતા કરવામાં આવી હતી. અગ્નિ સર્વ વસ્તુને ભસ્મ કરી નાખે છે. અને એ સંહારને દેવ છે. તેથી રૂદ્ર પણ પરમાત્માની સંહારની મૂર્તિ બને છે અગ્નિની ઊભી જ્વાલા એ એની મૂર્તિ (શિવલિંગ) છે. અગ્નિની શિખાની આસપાસ વીંટાતો ધૂમ એ એની જટા છે. અગ્નિની વેદીએ એની જલાધારી છે. અને એની ભસ્મ તે એને ઉપાસકેએ ધારણ કરવાનું ચિન્હ છે. પણ અગ્નિ એ. કેવળ સંહારને જ દેવ નથી. આપણે પૂર્વે જેયું છે કે એ ઘેર ઘેર વસતું પરમાત્માનું તેજ છે-ઘરનું કલ્યાણ એના ઉપર આધાર રાખે છે. અને તેથી એ શિવ’ કહેતાં મંગલ અને શંકર કહેતાં સુખકર પણ કહેવાય છે.”
(લેખક—આનંદશંકર બાપુભાઇ ધ્રુવ.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org