________________
પ્રકરણ ૮ મુ. વેદમાં વિકાર અને સાંખ્ય તત્પત્તિ. ૧૧૩ એ નથી તેથી મારે ત્રિદંડ કાષ્ટનું એક જાતનું એવું ઉપકરણ) જોઈએ. ૧, સાધુઓ દ્રવ્ય, ભાવથી, મુંડિત છે. હું એ નથી એમ વિચારી તેણે મસ્તક મુંડાવી માથા ઉપર શિખા રાખી. ૨, સાધુને સર્વ પકારની હિંસાના ત્યાગી જાણીને પિતે સ્થળ હિંસાને ત્યાગ કર્યો. ૩, સાધુએ નિકંચન અને પિતે તેમ ન હેવાથી પવિત્રકાદિ યુકત થયા. ૪, સાધુઓ શીલસુંગધિત અને હું એ નથી એમ વિચારી ચંદનાદિ લેપ કરી સુગંધવાળા થયા. ૫, સાધુને હાદિ આવરણ રહિત જાણે પિતે તેમ ન હોવાથી છવાચ્છાદિત થયા. ૬, સાધુઓને પગરખાં વગરના જાણું પોતાથી તેમ ન બની શકવાથી લાકડાની પાવી ધારણ કરી. ૭, સાધુએ નિકષાય (ક્રોધ, માન, માયા અને લેભથી રહિત, નિર્મળ હોય છે. તેથી તેઓ ધેળાં વસ્ત્ર રાખે છે. કષાય યુક્ત હું છું તેથી મારે કષાયિક (ગેરથી રંગેલાં) વસ્ત્ર રાખવાં. ૮, સાધુએ સચિત પાણીના સર્વથા ત્યાગી હોય છે. પણ મારે વસ્ત્રથી છાણું (ગાળી) ને પાણી પીવું તેમજ સ્નાનના ઉપગમાં પ્રમાણ યુક્ત પાણી વાપરવું. ૯, એવી રીતે સ્થળ મૃષાવાદાદિકથી વિરકત થઈ પિતાને નિર્વાહ કરવા લિંગ (વેષ) બનાવ્યું અને ભગવાન ઋષભદેવની સાથે વિચરતા રહ્યા. વેવને ફેરફાર જે લોકે પૂછતા ત્યારે સાધુને યથાર્થ ધર્મ કહેતા અને આ મારે વેષ કલ્પિત છે. એમ પણ જણાવી દેતા. તેમજ કેઇને દીક્ષા લેવાનું મન થતું ત્યારે તેને ભગવાનના સાધુઓની પાસે મેકલતા. એમ કેટલાક સમય સુધી ચલાવ્યું.
એક વખતે મરીચિને પિતે રોગગ્રસ્ત (માંદા) થતાં વિચાર થયું કે હું અસંયતી છું તેથી સાધુઓ મારી વૈયાવૃત્ય કેવી રીતે કરે! અને મારે પણ તેમના પાસેથી કરાવવી યોગ્ય ન ગણાય તેથી અવસરે એકાદગ્ય ચેલે કરૂં તો ઠીક થાય.
કેટલાક સમય બાદ ગષભદેવ નિર્વાણ પામ્યા (મોક્ષે ગયા) તેવામાં મરીચિના પાસે કપિલનામાં રાજપુત્ર ધર્મ સાંભળવાને આવ્યું, ત્યારે તેને સાધુને યથાર્થ માર્ગ કહી બતાવ્યું. કપિલે પુછયું કે-તમારે વેષ વિલક્ષણ કેમ? મરીચિએ જવાબ આપ્યો કે મારાથી સાધુપણુ નહી પળવાથી હું આ કલ્પિત વેષથી નિર્વાહ કરું છું. કપિલે કહ્યું કે તે સાધુઓને ધર્મ મને રૂચ નથી, તમારી પાસે કાંઈ ધમ છે કે નહી ? તે કહે. ત્યારે મરીચિને વિચાર થશે કે જે આને શિષ્ય કરે તે મારા એગ્ય થાય. પછી તેનું મન સતિષવાને કહ્યું કે “ ત્યાં પણ ધર્મ છે અને મારા પાસે પણ કંઈક છે.” પછી તે કપિલ રાજકુમાર મરીચિને શિષ્ય થયે.
18 ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org