________________
www
૧૬૦ તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૧ આવેલી એવી રીતનું વર્ણન આપવામાં આવ્યું છે. ઘણાં ખરાં પુરાણને ઉદ્દેશ વૈષ્ણવ ધર્મનું મહત્વ વધારવાનું છે. જો કે કેટલાંક પુરાણ શિવ પૂજા તરફ પણું પક્ષપાત રાખે છે.
જગત્ની ઉત્પત્તિ સિવાય પૃથ્વી વિષેનાં પુરાણાં વર્ણને, પ્રાચીન દેવતાઓ, સાધુઓ અને લડવૈયાઓનાં પરાક્રમ, વિષ્ણુના અવતાર વિષેના વૃત્તાંતે સૂર્યવંશ, તથા ચંદ્રવંશના રાજાઓની નામાવળીઓ અને વિષણુ અથવા શિવનાં સહસ્ત્ર નામની ટીપે એ સઘળું પુરાણોમાં આપવામાં આવ્યું હોય છે. વળી પ્રાર્થના, ઉપવાસ, નૈવેદ્ય, ઉત્સવ, યાત્રા આદિ સાધન વડે દેવતાઓની પૂજા કરવાના નિયમે પણ એ ગ્રંથમાં આપેલા હોય છે.'
સં. સા. પૃ. ૩૮૦ થી—“વાયુ પુરાણું એક જૂનામાં જૂનું પુરાણ છે તેને અમુક ભાગ મહાભારતની સાથે મળતો આવે છે, પણ હરિવંશની સાથે એ પુરાણને સંબંધ એના કરતાં પણ વધારે છે, અને જગતની ઉત્પત્તિનું વર્ણન
જ્યાં આગળ આપવામાં આવ્યું છે ત્યાં આગળ હરિવંશના અને એના શબ્દશબ્દ તેના તેજ જોવામાં આવે છે.”
એજ પ્રમાણે મત્સ્ય પુરાણ પણ મહાભારત અને હરિવંશની સાથે ઘણુ ગાઢ સંબંધથી જોડાયેલું છે. મનુ અને મત્સ્યની વાર્તાથી એ પુરાણની શરૂઆત થાય છે.
- ફર્મ પુરાણમાં વિષ્ણુના જુદા જુદા અવતાર જેમાં એક કૂર્માવતાર પણ છે. તેની હકીગત આપવામાં આવી છે, અને દેવતાઓ તથા રાજાઓની વંશાવળી અને બીજી પણ કેટલીક હકીગતે આપવામાં આવી છે. તે ઉપરાંત મહાભારત અને અન્ય પુરાણેના સુષ્ટિવિષયક વિચારને અનુકૂલ રહીને સૃષ્ટિને સવિસ્તર અહેવાલ પણ આપવામાં આવ્યું છે. એ પુરાણમાં જુદા જુદા સમુદ્રવડે એક બીજાથી છુટા પડેલા અને જેનું મધ્યબિંદુ એકજ છે એવી સાત ટાપુઓની દુનીયા બનેલી છે એવું વર્ણન આપવામાં આવ્યું છે. એમાંને મુખ્ય ટાપું, જેની મધ્યમાં મેરુ પર્વત આવેલો છે, તે જંબુદ્વીપ છે અને ભારતવર્ષ
ભરતકને દેશ” અથવા હિંદુસ્તાન એ એને મુખ્ય વિભાગ છે.
પુરાણાનુક્રમણિકા. લે. દુર્ગાશંકર કેવલરામ શાસ્ત્રી. વસંત માસિક વર્ષ ૨૭ અંક ૫ મે. સં. ૧૯૮૪. જેષ્ટ માસ. પૃ ૧૮૨ થી લખતાં પૃ. ૧૮૭ મ-લખે છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org