________________
પ્રકરણ ૧૩ મું. દશમા તીર્થંકર પછી નવીન વેદ.
સર્વ વેદમાં મુખ્ય જે બાદ તેનાં દશ પ્રકરણ અથવા મંડલ છે. તેમાં પહેલું અને છેવટનું મંડલ અનેક ઋષિઓને હાથે રચાયેલું છે. ભૃગુકુલના ગૃત્સમદ અને તેના વંશજોએ બીજુ મંડળ. વિશ્વામિત્રે ત્રીજુ, વામદેવે યુ. અત્રિએ પાંચમું. ભારદ્વાજે છઠું તથા સાતમું. કાર્વે આઠમું અને અંગીરસે નવમું.
એ પ્રમાણે વચલાં આઠ મંડલે જુદા જુદા અષિઓએ રચ્યાં. તેમણે જુદા જુદા તેત્રીસ દેવતાઓની સ્તુતિ કરેલી છે. પરંતુ એ સ્તુતિનું પરિણામ “ઈશ્વર એકજ છે” એ ભાવમાં થએલું છે. વેદકાળમાં એકંદર ૯૧ ઋષિઓ થઈ ગયા એવું મત્સ્યપુરાણમાં કહેલું છે.”
આ વાતની પુષ્ટિમાં ડં. મૅકડેલન “ સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ” નામના ગ્રંથમાં પૃ. ૭૫ ઉપર લખે છે કે- “કા – વેદમાં જે સૂક્તો દીઠામાં આવે છે, સઘળાંને અસ્તિત્વમાં આવતાં કંઈ સેંકડો વર્ષો થયાં હોવાં જોઈએ.”
ઈત્યાદિ.
જે જે ષિઓ વેદોની રચના કરતા તેમના નામની અનેક શાખાઓ પ્રસિદ્ધિમાં આવતી ગઈ. તેથી આ પ્રચલિત વેદ નવીન નથી એમ કેવી રીતે કહી શકાય?
ઇતિ દશમાં તીર્થકર થયા પછી નવીન વેદો રચાયાનું સ્વરૂપ.
સ્વછંદતાથી ભરેલા બ્રાહ્મણ ગ્રંથે –
3. મૅકડોનલ, સંસ્કૃન સાહિત્યનો ઈતિહાસ, વેદના સમયનું સાહિત્ય નામના બીજા પ્રકરણમાં (પૃ. ૩૮ માં લખે છે કે –
વેદના મંત્રો અને ત્યાગને વિધિ એ બેઉના પરસ્પરને સંબધ કેવી રીતને છે, અને એક બીજાની અપેક્ષાએ એ બેઉને ગૂઢ અર્થ શું છે તે સમજાવવું એ બ્રાહ્મણનાં મુખ્ય ઉદ્દેશ છે. એમાં પ્રસંગ વશાત્ જે દંતકથાઓ, અને ધ્યાન ખેંચે એવા વિચાર આવે છે તે જે બાદ કરીએ તે એ ગ્રંથ સાહિત્યની રચના તરીકે કંઈ પણ રમણીય લાગે છે એમ આપણાથી કહી
x તે પ્રથકારે ટીપમાં નીચે પ્રમાણે જણાવ્યું છે-- “આ ૩૩ પ્રકારના દેવ પરથી પુરાણકારે એ દેવોની સંખ્યા તેત્રીસ કરોડના કરી”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org