________________
પ્રકરણ ૧૩ મું. દશમા તીર્થંકર પછી નવીન વેદ. ૧૪૧ પણ યાજ્ઞવલ્ક્યના વાદમાં “જે હારે તે સેવક બને” એવી પ્રતિજ્ઞા હતી અને યાજ્ઞવલ્કયે સુલસાને જીતી તેથી તે તેની સેવિકા થઈ રહી. તેમાં બન્નેને સંગ થતાં પુત્ર પેદા થયે, તેઓ તે પુત્રને પીપળના વૃક્ષ નીચે મુકીને ચાલતાં થયાં. સુલતાની બહેન સુભદ્રાને આની ખબર પડતાં તે પીપલા તરફ ગઈ. સ્વાભાવિકપણે પીપલાનું ફલ બાલકના મુખમાં પડતાં તે મુખ હલાવી રહ્યો હતે આથી તેનું નામ પિપલાદ રાખ્યું. તેને યત્નથી પાળી વેદવેદાંગાદિ શાસ્ત્રો ભણાવ્યા.
પિપ્લાદે અભિમાનથી અનેક વાદિઓને હરાવ્યા. છેવટે માસીના કહેવાથી પિતાના માત પિતાની ખબર પડતાં ઉગ્ર ક્રોધ થયો કે અરે ! તેઓ નિર્દય થઈ મને જંગલમાં છેને ચાલ્યાં ગયાં. આથી તેમની સાથે વાદમાં ઉતરી તેણે માતૃમેધ અને પિતૃમેધની સિદ્ધિ કરીને તે બન્નેને તેમાં હેમ કર્યો.
આ પિપ્પલાદ મીમાંસકમતના મુખ્ય આચાર્ય થયા. તેમને બાતલી નામે શિષ્ય થયું. તેનાથી યજ્ઞ યાગાદિ (જની હિંસાની) ની પ્રવૃતિ વિશેષ પણે ચાલુ થઈ.
વેદના સંબંધે વૈદિક માન્યતા–
વૃહત્ આરણ્યક ઉપનિષદના ભાષ્યમાં લખ્યું છે કે “યાના કહેવા વાલા “યજ્ઞવલ્કય” અને તેને જે પુત્ર તે યાજ્ઞવલય” આથી યાની વિધિ પ્રાયઃ યાજ્ઞવલ્કયથી જ ચાલેલી હોવી જોઈએ. તેમજ ઘણે ઠેકાણે લાવતિ દો ઘાવ (અર્થાત્ યાજ્ઞવલ્કયે એમ કહેલ છે.) આ ઉલ્લેખ જોવામાં આવે છે એથી પણ યાજ્ઞવલકયજ વેદના કર્તા કલ્પી શકાય છે. વળી વૈદિક શાસ્ત્રોમાં એમ પણ લખાએલું છે કે “યાજ્ઞવલ્કયે પૂર્વની વિદ્યા વામી (એકી કાઢી)ને સૂર્યની પાસેથી નવીન વિદ્યા શીખી” આને અર્થ પણ એજ થઈ શકે કે યાજ્ઞવલકયે પ્રાચીન દેને ત્યાગ કરીને નવીન વેદે બનાવ્યા.
આ વાતને વિશેષ પુરા સ્કંદ પુરાણ ખંડ છઠ્ઠો, અધ્યાય ૧૨૯, શ્લેક ૭૩ (૫ ૧૪૪) થી પણ મળે છે. તેને સારાંશ નીચે મુજબ–
બૃહકલ્પમાં વેદ, વેદાંતના પારગામી શાકલ્યમુનિ ઘણા શિષ્યને ભણાવતા હતા અને રાજાનું પૌરાહિત્ય પણું કરતા. તેથી રાજાનું શાંતિક કર્મ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org