________________
૧૩૪
તત્ત્વત્રયી–મીમાંસા.
. ખંડ ૧
વાલ્મિકીયને આ લેખ જોતાં વૈદિકીય પ્રથમના બન્ને લેખે તદ્દન રદ થઈ જાય છે. કેમકે–જહુ પિતા, અને ભગીરથે પુત્ર હતા એમ જે જૈનોએ બતાવેલું છે તેની સાથે જ તે સંબંધ ધરાવે છે. તેમજ ગંગાજી પણ હતાં એ પણ સ્વતસિદ્ધ છે. માત્ર જહુ ગંગાજીને પી ગયા અને ભગીરથે બહાર કડાવ્યાં એટલી વાત જેનોની સાથે મળતી નથી, પણ ગંગાજી તે હતાંજ તેથી બ્રહ્માને કે શિવજીને આરાધવાની જરૂર પડેલી હોય તેમ પણ જણાતું નથી. આ લેખમાં મૂળની વાત કયા પ્રકારની હતી અને તેમાં ફેરફારી કોણે કરી તેનો વિચાર કરવાનું તે વાચક વર્ગને સોંપી દઈ આ પ્રસંગથી વિરમું છું.
જૈન વૈદિકના સગરમાં પડેલી ભિન્નતાની સમીક્ષા.
સાઠ હજાર પુત્રની હિંસાના પાપથી કપિલની મુકિત.
(સ્કંધ પુરાણ ખંડ ૫ મા, અધ્યાય ૧૭૫ મ. પત્ર ૩૦૨ અને બ્લેક ૧૯ને સાર)
જેને પુરાણોમાં સનાતન વાસુદેવ કહેલા છે તે પાંચમા અવતારે કપિલ મુનિત્વને પ્રાપ્ત થઈ સાતમા પાતાળમાં જઈને વસ્યા ત્યાં દેથી અને સિદ્ધોથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવરૂપે પૂજાયા. પણ તેમના આગળ જઈ ચઢેલા સગરના પુત્રો તે નાશને પ્રાપ્ત થયા. તે બળી મરેલાના પાપને શેક કરતાં વિચારવા લાગ્યા કે હું સર્વ સંગત્યાગી, નિવિષય છતાં મારાથી આ સાઠ : હજારનો નાશ થયે તે અયોગ્ય થયું, પણ થઈ ગયું તેનું હવે શું કરવું? એવે વિચાર કરીને તે કપિલ કષિ નર્મદાનદીના તીર ઉપર આવ્યા અને વ્રત ઉપવાસાદિકની સાથે સ્નાન, દાન અને રૂદ્રના પૂજનથી તેણે પિતાના આત્માને તે લાગેલા પાપથી છેડાવીને નિર્વાણપદને પ્રાપ્ત કર્યું. બીજા પણ તે તીર્થમાં બ્રાન કરી જે પરમેશ્વરને પૂજશે તે પણ હજાર ગાયના દાનના પુણ્યને પ્રાપ્ત થાય. “ઈત્યાદિ. વિશેષ ત્યાંથી જોઈ લેવું.
આમાં વિચાર
સનાતન વૈકુંઠના માલિક વાસુદેવ (વિષ્ણુ ભગવાન પિતે) ૨૪ અવતારે ધારણ કરતાં પાંચમા અવતારે કપિલમુનિ રૂપે થયા, તેમણે પિતાના નામનાજ તીર્થમાં વ્રતાદિક કરી રૂદ્રને પૂજ્યા ત્યારે તેઓ પાપથી છુટી નિર્વાણ પદને વર્યા છે તે કપિલના પાંચમા અવતાર પછી પાછા ફરીથી વાસુદેવે ઓગણીસ (૧૯) અવતાર ધારણ કરેલા છે તે તે ક્યા સ્થાનથી આવીને ધારણ કરેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org