________________
પ્રકરણ ૧૧ મું. જેનદિક સગરના પુત્રોની સમીક્ષા. ૧૩૩ હજાર પુત્રોને યત્કિંચિત્ ઈતિહાસ અમોએ જન પ્રમાણે ઉપર આવે છે તેમજ વૈદિક ગ્રંથોમાંથી પણ ત્રણ લેખે ટુંકામાં આપ્યા છે. હવે તેના અંતરંગને વિચાર ટુંકામાં કરીએ–જૈન પ્રમાણે પુત્રે સ્વાભાવિક રીતે પેદા થયા હતા. જ્યારે વૈદિકને પહેલે લેખ જેમાં શિવજીના વરદાનથી પુત્ર થયા હતા કપિલ મુનિએ તેમને બાળી મુકયા. અને ગંગાના પાણીથી ત્રિજી ચેથી પેઢીએ તેમને ઉદ્ધાર થવાનું ભવિષ્યપણું કપિલમુનિએજ સૂચવી દીધું હતું. હવે બીજે તુલસીદાસજીકૃત રામાયણને લેખ જોતાં ભૃગુમુનિના વરદાનથી પુત્રની પ્રાપિત અને પાતાળમાં રહેલા કપિલમુનિએ બાળી નાખ્યાનું જણાય છે. બાળી નાખ્યાની ખબર સુમતિ રાણિના ભાઈ ગરૂડે (સાઠ હજાર છોકરાઓના મામાએ) આપી હતી, તેમજ ગંગાના પાણીથી ઉદ્ધાર થવાનું ભવિષ્ય પણ ગુરૂજીએ કહીને બતાવ્યું છે.
અસમંજસના પુત્ર અંશુમાને ગંગાજીને લાવવા પ્રયત્ન કર્યો હોય એમ બને લેખોથી જણાતું નથી. પછી અંશુમાનના પુત્ર દિલીપે ઘણું કાળ સુધી તપ કર્યો પણ તેઓ ગંગાજીને લાવી શક્યા ન હતા જ્યારે દિલીપના પુત્ર ભગીરથે પિતાના પુત્રને ગાદી સેંપી હજાર વર્ષના તપને અંતે બ્રહ્માજીને પ્રસન્ન કર્યા પણ બ્રહ્માજીએ કહ્યું કે-જે શિવજી ગંગાને પ્રવાહ ઝીલવાનું કબુલ કરે તેજ ગંગાજીને નીચે લાવી શકાય? ભગીરથને ફરીથી દેવતાનાં વર્ષ તપ કરી શિવને પ્રસન્ન કરવા પડયા, પછી શિવજીએ ધોધ ઝીલવાનું કબુલ રાખી, ધ્યાન કરી બ્રહ્માજીને જાગૃત કર્યા અને સ્વર્ગમાંથી ગંગાને છોડાવ્યા. ગંગાજીને ગર્વ થયો કે ધોધથી શિવને પણ પાતાળમાંજ બેસી ઘાલું, પણ ગંગાજીનું ધાર્યું ન થવા દેતાં શિવજીએ પિતાની જટામાં ગંગાજીને એવાં તે ગુંગળાવી નાંખ્યા કે એક વર્ષ દિવસ સુધી તે ચસકવાજ દીધાં નહીં. છેવટે ભગીરથે પ્રાર્થના કરી જટામાંથી મુક્ત કરાવ્યાં, એટલે ગંગાજી ત્રણે લોકોને પાવન કરતાં સગરના સાઠ હજાર પુત્રને પણ ઉદ્ધાર કરી સ્વર્ગમાં પહોંચાડી દીધા. અહિં ટુંકામાં વિચાર કરવાનું એટલું જ છે કે-જે બળી ગએલાની રાખ તેણે તે કાળ પ્રમાણે લાખો વર્ષ થઈ ગયાં હતાં તેમને સ્વર્ગે કેવી રીતે પહોંચાડેલા સમજવા ? - હવે વાલ્મીકીય રામાયણને ઉલલેખ એવો છે કે-“જન્દુ રાજાના યની સામગ્રી ગંગાજી તાણી ગયાં તેથી જહુ ગંગાજીને પી ગયા. જ્યારે ભગીરથે જહુ રાજાની સ્તુતિ કરી ત્યારે જહુએ પિતાના અંગમાંથી બહાર કહાડયાં તેથીજ જાન્હવીના નામથી લોકમાં પ્રસિદ્ધ થયાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org