________________
- -
-
-
-
૧૩૧
vvvvvvv
પ્રકરણ ૧૧ મું. વૈદિકમતે સગરરાજા. ગંગાના પાણીથી ભીંજવીને સર્વેને જીવતા કરી સ્વર્ગમાં પહોંચાડ્યા કે રાખના પરમાણુઓને સ્વર્ગમાં પહોંચાડયાં ?
વિશેષમાં, સગરના પુત્રોની સંખ્યાને લઈને રામાયણ અને ભાગવતમાં એક તુંબધથી પણ ૬૦૦૦૦ પુત્રો પેદા થવાનું લખી બતાવ્યું છે (જુઓ શંકાકષ શંકા ૩)
આ સર્વ બાબતમાં મારાથી કંઈ ચોક્કસ નિર્ણય નહી થઈ શકવાથી જેન અને પુરાણનો લેખ આદર્શ રૂપે રજુ કરી વિશેષ વિચાર કરવાનું કાર્ય સપુરૂષને (મધ્યસ્થ દ્રષ્ટિના વાચકને) સેપું છું.
વૈદિક સગરના સાઠ હજાર પુત્ર અને તેની સમીક્ષા છે
વૈદિકે–તુલસીદાસ રામાયણના–સગર.
શ્રી તુલસીદાસજી કૃત રામાયણ બાલકાંડ પૃ. ૨૫ થી ૨૮૫ સુધીમાં સગરરાજાનું વિસ્તૃત વર્ણન છે તેનો કિંચિત્ સાર નિચે મુજબ--
રામ, લક્ષમણ અને વિશ્વામિત્ર ગંગાજી ઉપર આવ્યા. રામે ગંગાજીની ઉપત્તિના સંબંધે પુછતાં વિશ્વામિત્રે કહ્યું કે-તમારા કુલમાં પૂર્વે સગર રાજા થયા હતા તેમને કેશિની અને સુમતિ નામે બે રાણીઓ હતી. તે રાણુઓ સાથે સગર વનમાં ગયા. ત્યાં તપશ્ચર્યા કરતા ભુગુ ઋષિને જોયા. સ્તુતિ કરી એટલે ભૂગ મુનિએ ઈચ્છિતવર માંગવા કહ્યું. રાણીઓએ કહ્યું કે આપની ઈચ્છા પ્રમાણે આપે. ભૃગુએ કેશિનીને એક પુત્રનું અને સુમતિને સાઠ હજાર પુત્ર થવાને વર આપ્યો. પછી તે સ્ત્રીઓની સાથે સગર ઘેર આવ્યો. મુનિના કહેવા પ્રમાણે પુત્ર થયા. એટલે ઘીથી ભરેલા ઘડાઓમાં સાઠ હજાર પુત્રને રાખ્યા. મોટા થયા પછી કીડા કરવા લાગ્યા. સગરના મેટા પુત્ર અસમંજશે જાઝમાં ભરી ગામનાં છોકરાંને સરયૂ નદીમાં ડુબાડી દીધાં. પ્રજાને પિકાર થતાં સગરે અસમંજસને દેશ નિકાલ કર્યો, અને તેના પુત્ર અંશુમાનને પોતાની પાસે રાખે.
હવે અશ્વમેધ યજ્ઞના સમયે છુટા મુકેલા ઘડાને પિતાના પદની રક્ષા માટે કે પાતાળમાં કપિલ મુનિના આશ્રમે બાંધે. ઘેડો પાછો ન આવતાં સાઠે હજાર પુત્રો ખેળવા નીકળ્યા. છેવટે ધરતી ખેદી પિતાળમાં પિઠા ત્યાં કપિલ મુનિના આશ્રમમાં ઘોડાને દેખી તેમને ઘણું કઠોર વચને બોલ્યા, મુનિએ સામુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org