________________
પ્રકરણ ૪ થું. પોરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગત્. કર્યો કે જેમાં સઘળા દેવતાઓ એકઠા મળ્યા, જે એક અજની નાભિમાં અપિત થયા છે, જેની અંદર સઘળાં ભુવનેને સમાવેશ થઈ ગયે છે. જેણે આ ભુવનેને ઉત્પન્ન કર્યા તેને હમે શેાધી શકશે નહીં, જે તમારી પાસે આવે છે તે એનાથી જુદે છે.” (પૃ. ૧૮૩ થી–
એક સૃષ્ટિ વિષયક કવિતા (મ. ૧૦ સૂ. ૧૨૧) ઘણી ખૂબીદાર છે તેમાં વળી સૃષ્ટિના રચનારને માટે “જિ ” એવું નામ વાપર્યું છે. ઉગતા સૂર્ય ઉપરથી આવું નામ આપવાને વિચાર ઉત્પન્ન થયે હશે એમાં કંઈ પણ સંશય નથી. આ સ્થલે પણ અગ્નિની ઉત્પત્તિના સંબંધમાં માપ: (પાણી ની દેવીઓ) ને સઘળા પ્રકારના જીવનનું બીજ ધારણ કરતી વર્ણવવામાં આવી છે. (એ સૂક્તના ૧૦ મંત્રોમાંના ૧ર-૭-૮ મંત્રને અર્થ નીચે પ્રમાણે)
હિરણ્યગર્ભ પ્રથમ અસ્તિત્વમાં આવ્ય; પ્રાણી માત્રના એક પતિ તરીકે એનો જન્મ થયો હતએણે પૃથ્વીને અને આ આકાશને ટકાવી રાખ્યા. ક્યા દેવની હવિઓ વડે હમે સેવા કરીશું? જે જીવવાની શક્તિ આપનાર છે અને જે બળ આપનારો છે, જેની આજ્ઞાને સઘળા દેવતાઓ નમન કરે છે, જેની છાયા એ મૃત્યુ છે અને અમરત્વ છે. કયા દેવની હવિઓ વડે હમે સેવા કરીશું?.... જે વખતે બલવતી કાઃ પાણીની દેવીઓ-સઘળા ગર્ભને ધારણ કરતી અને અગ્નિને ઉત્પન્ન કરતી આવી તે વખતે દેવેને આત્મા એક ઉત્પન્ન થયે. કયા દેવની હવિઓ વડે હમે સેવા કરીશું? જે પોતાના પ્રભા વડે કરીને બુદ્ધિને ધરનારી અને યજ્ઞને ઉત્પન્ન કરનારી બાપુ -પાણીની દેવીઓ-ઉપર નજર રાખે છે, જે એક દેવ સઘળા દેવના કરતાં વધારે ચઢિયાત છે. કયા દેવની હવિઓ વડે હમે સેવા કરીશું?”
આ સૂક્તના દરેક મંત્રની છેલ્લી પંક્તિમાં તેને તે પ્રશ્ન જે પુછવામાં આવ્યું છે તેને જવાબ દશમા મંત્રમાં એ આપવામાં આવ્યું છે કે એ અજાણ્ય દેવ તે પ્રજાપતિ છે.” એ છેલ્લે મંત્ર આ સૂક્તની સાથે પાછળથી જેી દેવામાં આવેલે જણાય છે.”
* અજ' એ શબ્દ “સુર્ય 'ના અર્થમાં આ સ્થળે વપરાયે હોય એવું જણાય છે.
(મૂલની ટીપમાંથી ઉતારે છે. )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org