________________
૧૭૮
તવત્રયીની પ્રસ્તાવના.
તે પ્રમાણે આ બધા નવે ત્રિક માં થએલું છે. આ તે સર્વના લેખથી સૂચન માત્રથી લખીને બતાવ્યું છે.
વેદિકમાં–બધા વાસુદેવને પ્રાયે એકજ વિષ્ણુના નામથી ઘણા ઠેકાણે ઓળખાવવામાં આવેલા છે. પ્રતિવાસુદેવનાં નામ,પ્રાયે સર્વાના લેખમાં બતાવેલા નામ પ્રમાણે, તેવાને તેવાંજ રહેલાં આપણ નજરે પડે છે. માત્ર કાર્ય ક્રમમાં ભેદે થએલા આપણું જોવામાં આવે છે.
જેમ કે-(૧) અશ્વગ્રીવ ( હયગ્રીવ) (૨) તારક, (૩) મેરક, (૪) મધુકૈટભ, (૫) અને નિશુંભ, ઈત્યાદિક આ બધા નવે પ્રતિવાસુદેવેજ છે, અને વાસુદેવના (વિષ્ણુના) શત્રુભૂતના જ થએલા છે. તે આપ સાજને મારા લેખથી જોઈ શકશે.
હવે જે કાર્ય કમમાં ભેદ છે તે સૂચના માત્રથી બતાવું છું–સર્વાના ઈતિહાસમાં-પ્રતિવાસુદેને, ત્રણે ખંડના રાજાઓની સાથે લડાઈ કરીને તે બધાએ રાજાઓને પિતાને તાબે કરનારા બતાવેલા છે. અને જે વાસુદેવ થાય તે પ્રતિવાસુદેવેને નાશ કરીને પતે ત્રણે ખંડના રાજ્યને નિવિદ્ધપણાથી ભેગ કરે. પણ એ બન્ને આ ભૂતલપરના અર્થાત આ પૃથ્વી પરના મહાન રાજાએ જ છે. એ વાત ખાસ ધ્યાનમાં રાખી લેવા જેવી જ છે.
સર્વમાં-અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને ત્રિપૃષ્ઠ વાસુદેવે મારેલો છે.
વૈદિકમાં–આ જગે પર ત્રિપૃષ્ઠ વાસુદેવનું કેઈ પણ સવરૂપમાં નામ નિશાન પણ જણાતું નથી માત્ર પ્રતિવિષ્ણુ અશ્વગ્રીવને જ માથુ કપાયા પછી ઘડાના માથા વાળા ઠરાવી હયગ્રીવ વિષ્ણુના નામે દેવીભાગવતથી, અને સ્કંદપુરા નં૩ ના અ. ૧૪-૧૫માં પ્રગટરૂપે લખેલા મારા ગ્રંથથી જોઇ શકશે. પહેલા અશ્વગ્રીવ-પ્રતિવાસુદેવ માથા વિનાના થયા પછી હયગ્રીવવિષણુના નામથી જાહેરમાં આવેલા વૈદિકના બતાવ્યા.
(૨) તારક, (૩) મેરક, (૪) મધુ-કૈટભ, (૫) મા નિશુંભ, આ ચાર પ્રતિવાસુદેવેને ત્ય-દાનના નામથી,વિષ્ણુના સંબંધવાળા,વૈદિકેના પંડિતએ, કેવા પ્રકારથી વિકૃત સ્વરૂપના ચિત્રીને, લોકોને ઉંધાપાટા બંધાવ્યા છે, તે અહીં ટુંક રૂપે સુચના માત્રથી જણાવું છું.
(૨) તારકાસુરેન્કરે દેવતાઓને માર્યા, એટલું જ નહીં પણ વારે ચઢેલા વિષ્ણુને પકડી લઈને કેદમાં પૂરી દીધા. અને તે તારકાસુર જગે જગે પર અનેક વિકૃતિના સ્વરૂપથી લખાયા. પ્રથમ જુ-મત્સ્ય પુત્ર અ. ૧૫૨ માં, .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org