________________
wwwwwwwwwwwwwwwwwwwww
તત્ત્વત્રયી–મીમાંસા.
• ખંડ ૧ હજાર વર્ષના પ્રમાણુવાળા આ પાંચમા આરામાં બહુધા કૃષ્ણપક્ષીયા અને વક જડ જ હોય છે. જે સરળતાથી ધર્મ ન પામતાં અસત્ય તરફ ઝટ આકર્ષાય છે. આ આરામાં બળ, બુદ્ધિ, સૌભાગ્ય, સમૃદ્ધિ અલ્પ હોવા છતાં કષાયની અધિકતા હોય છે. વિષય-કષાયામાં રકત એવા જી આધિ, વ્યાધિ, ને ઉપાધિઓથી મુઝાએલા છતાં શુદ્ધત્વને પામી ધર્મ આચરી શકતા નથી. બલકે પિતાને અનુકૂલ એવા નવીન ધર્મોની પ્રરૂપણું કરી જગતના અન્ય જીવોને આકર્ષ ઐહિક સુખમાં જ મશગુલ બનીને જીવનની સાર્થકતા માને છે. આનું વિશેષ સ્વરૂપ અન્ય જૈન ગ્રંથેથી જાણી લેવું.
એકવીસ હજાર વર્ષના પ્રમાણવાળો પાંચમો આરે પૂર્ણ થતાં તેટલા જ વર્ષના પ્રમાણ વાળે છઠ્ઠો આરે દુઃષમદુષમ નામે આવે છે. પાંચમા આરાના અંતમાં અને છઠ્ઠા આરાની શરૂઆતમાં મનુષ્યનાં આયુષ્ય ઓછાં થતાં થતાં વીસ વર્ષ પ્રમાણમાં અને શરીર એક હાથ પ્રમાણનું હોય છે. પાંચમા આરાના અંતમાં જૈનધર્મ વિલય પામે છે, તેમ રાજ્ય-વ્યવસ્થા પણ અવ્યવસ્થિત થાય છે આ સંયેગો વચ્ચે છઠ્ઠા આરાની શરૂઆત થાય છે. જે દિવસે આ આર બેસે છે તે દિવસની શરૂઆતમાંજ એટલે તેજ દિવસે અનેક પ્રકારના એવા કુદરતી ઉત્પાત થાય છે, કે તે ઉત્પાતમાં અનેક મનુષ્યને સંહાર થઈ જાય છે. તેમ ગ્રામ, નગર વિગેરેને પણ નાશ થઈ જાય છે. એ ઉત્પાતથી બચેલાં મનુષ્ય (સ્ત્રી-પુરુષ) સૂર્યને પ્રચંડ તાપ ન સહન કરી શકવાથી ગંગા અને સિંધુના બિલમાં (ગુફાઓમાં) જઈને નિવાસ કરે છે. અને મસ્યાદિક ઉપર પિતાને નિર્વાહ ચલાવે છે. (એ ઉત્પાતને અન્યધર્મ વાળાઓ પ્રલયકાળની ઉપમા આપે છે ). આ છઠ્ઠા આરામાં પુરુષનું ઉત્કૃષ્ટ વિશ વર્ષનું અને સ્ત્રીઓનું સોળ વર્ષનું આયુષ્ય પ્રમાણ હોય છે. એ અરસામાં પણ પુત્રના પુત્રો જેવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે, કેમકે છ વર્ષની સ્ત્રી તે વખતે ગર્ભ ધારણ કરતી હોવાથી અનેક પુત્રને ઉત્પન્ન કરે છે. વળી લેકે નામ, રેગી અને માતપિતાના સંબંધથી રહિત તિર્યંચ જેવા હોય છે. જેથી ભાઈ–બેન, કે માતા-પુત્રને વ્યવહાર તેમનામાં હોતું નથી. રેગી, દુઃખી, દુર્ભાગી છતાં વિષયમાં જ રક્ત તથા માતા અને બેનની સાથે પણ વિષયસેવન કરનારા તેજી મરણ પામીને બહુધા દુર્ગતિમાં જ જનારા હોય છે. આ આરાના અંતેતે શરૂઆત કરતાં પણ અધમ સ્થિતિ હોય છે, તેમ જ આ છઠ્ઠો આરે પૂર્ણ થતાં અવસર્પિણી કાળ પણ પૂરે થાય છે. તે પછી ઉત્સર્પિણી કાળની શરૂઆત થાય છે. અવસર્પિણના પ્રાંતમાં, ને ઉત્સપિણની શરૂઆતમાં એક સરખી રિથતિ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org