________________
મકરણ કર્યું. પરાણિક અને વૈદિક દૃષ્ટિએ જગત્ . ૩૫
સંસ્કૃત સાહિત્ય પૃ. ૧૭૬ થી ૧૮૮ સુધીમાં બતાવેલ. ગગવેદના સૃષ્ટિ વિષયક સૂકતેમાંને કિચિત સાર–
| પૃષ્ઠ. ૧૭૬માં વેદમાં છ કે સાત સુષ્ટિ વિષયક સૂક્ત છે. તેમાં દંતકથા અને ધર્મશાસ્ત્રના વિચારેની પુષ્કલ ભેળભેળા થઈ હોય એ સ્વાભાવિક છે. એ કવિતાઓમાં વિચારે ઘણા અસ્તવ્યસ્ત સ્થિતિમાં મુકાયેલા આપણા જોવામાં આવે છે.....
પ્રાધીન અષિઓના અભિપ્રાય પ્રમાણે દેવતાઓએ “સુષ્ટિ ઉત્પન્ન કરી” કેટલીક વખતે એ સૂકોમાં સૃષ્ટિને ઉત્પન્ન કરનાર તરીકે જુદા જુદા દેવતાઓનાં નામ આપવામાં આવ્યાં છે.
સ્વર્ગે અને પૃથ્વી એ બે સઘળા દેવતાઓનાં મા બાપ છે એ વિચાર ઘણે ઠેકાણે દરસાવવામાં આવ્યો છે એ વિચારથી તદ્દન ઉલટ છે એટલે
બાલકોએ પોતાના મા બાપને ઉત્પન્ન કર્યા ” એવી રીતના વિરોધમાં વેદના ઋષિએ આવી પડે છે. ઉદાહરણ તરીકે-ઈંદ્રના વિષેમાં ચોકકસ શબ્દોમાં એવું કહેવામાં આવ્યું છે કે એણે એના પિતાના શરીરમાંથી એના પિતાને અને એની માતાને જન્મ આપે (સં. ૧૦, સૂ. ૫૪) “ માતા પિતા સાથraઃ સ્વ:
વિરોધાભાસી વિચામાં વધારે ને વધારે મશગુલ રહેનારા વિપ્રવર્ગના કલ્પનાને આ વિચાર ઘણે ગમી ગયે હતો એમ સ્પષ્ટ માલમ પડે છે કારણ કે સુષ્ટિ વિષયક સૂકતમાં જગતની ઉત્પત્તિને ક્રમ વર્ણવવામાં આવે છે તેમાં એક બીજાથી થએલી ઉત્પત્તિનું કથન એક કરતાં વધારે વખત કરવામાં આવેલું જણાય છે. ઉદાહરણ તરીકે દક્ષને જન્મ અદિતિથી થયો અને અદિતિને જન્મ દક્ષથી થયો એવું કહેવામાં આવ્યું છે (સં. ૧૦, સૂ. ૭૨) અતિક્ષો મનાત ક્ષજિતિ ર ા ઋગવેદના ધાર્મિક વિચારે ધીરે ધીરે વિકાશ પામતાં સઘળા મુખ્ય દેવતાઓથી જુદા અને એક એક દેવતાના કરતાં ચઢિયાતા એવા એક અછાની કલ્પનાને ઉદ્ભવ થયો. સૃષ્ટિ વિષયક સુક્તમાં પુરુષ, વિશ્વકર્મા, હિરણ્યગર્ભ, પ્રજાપતિ એવાં જુદાં જુદાં નામેથી એ સુષ્ટાને સંબોધન કરવામાં આવ્યું છે. વિશેષ પ્રાચીન સૂકોમાં, ગર એટલે “ ઉત્પન્ન કરવું” એ ક્રિયાપદના કેઈ રૂપની સાથે હંમેશાં જનનના કુદસ્તી વ્યાપાર તરીકે સૃષ્ટિ વિષે લખવામાં આવ્યું છે પણ આ સૃષ્ટિ વિષયક સૂક્તમાં કઈ ભૂલ પદાથે ઉપરથી બનાવટ કરવામાં આવી હોય અથવા કોઈ મૂલ પદાર્થમાંથી ઉત્ક્રાંતિ થઈ હોય એવી રીતનું સુષ્ટિ વિષેનું વર્ણન આપવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org