________________
પ્રકરણ ૨ જ.
જૈન દષ્ટિએ જગત.
વિગેરેને સંગ્રહ કરવા લાગ્યા હતા. એવી રીતે વ્યવહાર-ધર્મની પ્રવૃત્તિમાં તે સમયના લોકો પરિપૂર્ણ હતા છતાં ધર્મ-માર્ગની રીતિથી તેઓ અજ્ઞાત હતા. તે ધર્મ માર્ગ ઋષભદેવે સાધુ થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી દર્શાવ્યું. સાધુધર્મ અને શ્રાવક ધર્મની શરૂઆત કરી જગતને જૈન ધર્મ સીખ. સમસ્ત ભારત વર્ષમાં રાજ્ય ધર્મ કહે, કે રાષ્ટ્રધર્મ કહે પણ એક જ જૈન ધર્મ પ્રથમ શરૂ થયું.
ત્રીજા આરાના ૮૯ પખવાડીયાં બાકી રહેતાં હષભદેવ નિર્વાણ પદ (મેક્ષ) પામ્યા. રાજાઓની પરંપરા પણ ઋષભદેવથી શરૂ થઈ. ઋષભદેવની પાટે તેમના મુખ્ય પુત્ર ભરત અયોધ્યા (વિનીતા) ના તખ્ત ઉપર આવ્યા તે પહેલા ચક્રવર્તી થયા.
ત્રીજા આરાના અંતમાં અને ચોથા આરાની શરૂઆતમાં મનુષ્યનું આયુષ્ય અને શરીરાદિક ઘટતાં ઘટતાં ક્રોડપૂર્વ અને ૫૦૦ ધનુષ્ય શરીર પ્રમાણું રહ્યું.
બેતાલીસ હજાર વર્ષ જૂના કેટકેટી સાગરોપમને ચે આરે બેઠે. આ દુઃષમસુષમ નામના ચોથા આરામાં પણ કાળના પ્રભાવે કરીને સ્થિતિ બગડતી ચાલી. રેગ, શેક, સંતાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ સર્વ કાંઈ દિન પ્રતિદિન વધવા લાગ્યાં. મેં આયુષ્ય, બળ, શરીર વિગેરે હીન થતાં ચાલ્યાં. આ આરામાં રાષ્ટ્રધર્મ તરીકે જગત્ પ્રસિદ્ધ થએલા જૈન ધર્મમાંથી અનેક પ્રકારના ફિરકાઓ (ફોટા) નીકળ્યા, તેમજ બાકીના ત્રેવીસ, તીર્થકરે, ભરત મહારાજા શિવાયના અગ્યાર ચક્રવર્તી, નવ બળદેવ, નવ વાસુદેવ અને નવ પ્રતિવાસુદેવ આદિ મહાપુરુષો પણ આ ચોથા આરામાં જ થયા છે, એવી રીતે ચોવીસ તીર્થકર, બાર ચક્રવર્તી, નવ વાસુદેવ, અને નવ બળદેવ, તેમજ નવ પ્રતિવાસુદેવ, એ ત્રેસઠ શલાકા પુરુષે જૈન શાસ્ત્રમાં અવસર્પિણીના એક યુગમાં થએલા વર્ણવાયા છે, એ જ પ્રમાણે ઉત્સર્પિણ યુગમાં પણ થાય. તે શીવાય નવ નારદ અને અગ્યાર રૂદ્ર પણ દરેક યુગમાં થાય છે.
એ ચોથે આરે એવી રીતે પૂર્ણ થતાં એકવીસ હજાર વર્ષના પ્રમાણે “દુઃષમ નામને પાંચમે આરે બેઠે. આ આરાની શરૂઆતમાં આયુષ્ય, બળ, અને શરીરાદિક ઘટતાં ઘટતાં પ્રાયઃ ૧૨૦ વર્ષનું આયુષ્ય અને સાત હાથનું શરીર પ્રમાણ રહે છે. સાત હાથના દેહ પ્રમાણવાળા વીસમા તીર્થંકરના મોક્ષ ગમન પછી ૮૯ પક્ષ પૂર્ણ થયે આ પાંચમા આરાની શરૂઆત થાય છે. એકવીસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org