________________
१७६
તત્વત્રયીની પ્રસ્તાવના.
-~~-
~
~
~-
~
ત્યાં ૪ વિષ્ણુ આવ્યા, પુત્રપણે થવાનું કબૂલ કરીને પછી અષભદેવ પણે જમ્યા. તે આઠમા અવતાર રૂપે થયા. લેકેને શિક્ષા આપી સંન્યાસી થયા. પછી ગાંડા થઈને કુટકાચલ પર ગયા, ત્યાં દવથી બળી મુઆ બતાવ્યા છે. આમાં સત્યાસત્યને વિચાર કરવાની ભલામણ છે.
(૨) જેનોમાં-અષભદેવના મોટા પુત્ર “ભરત” આ અવસર્પિણીમાં પહેલા ચકવતી થયેલા બતાવ્યા છે.
વૈદિકેએ-તે ભરતને એક રાજા તરીકે જાહેર કરી જડ ભારતના નામથી પ્રસિદ્ધિમાં મુક્યા છે
(૩) સર્વસામાં–સ્વાભાવિક રીતે સાઠ (૬૦) હજાર પુત્રના પિતા સગર બીજા ચકવતી થએલા, તેમના પુત્ર ગંગાને અષ્ટાપદના ઘેરાના માટે લાવતાં નાગકુમાર દેવતાના કેપથી ભસ્મ થએલા બતાવ્યા છે.
વૈદિકમાં–મહાદેવના વરદાનથી સાઠ હજાર પુત્રના પિતા સગર રાજાને યજ્ઞ કરતા બતાવી, તેમના પુત્રો જોડે લેવાને ગયા, ત્યાં કપિલના નેત્રાગ્નિથી બળીને ભસ્મ થયા. ચોથી પેઢીના ભગિર–ગંગા સ્વર્ગમાંથી ઉતરાવી, તેઓને લાખ વર્ષ પછી સ્વર્ગમાં પહોંચતા કર્યા. તેમના પુત્રોને કે ભમને? એટલું જરૂર વિચારવાનું.
(૪) સવામાં–-૧૧ મા તીર્થકરના સમયમાં “જિતશત્રુ એક મહાન રાજાએ–પોતાની પુત્રી મૃગાવતીની સાથે, સંબંધ જોડયે. તેથી લેકેએ પ્રજાપતિ બીજુ નામ પાડયું.
વૈદિકેમ-તે પ્રજાપતિને-બ્રહ્મા રૂપે ઓળખાવી હરિણીરૂપ પુત્રીની પાછળ હરણ રૂપે દેડતા બતાવ્યા. બીજા પણ અનેક વિકૃતિવાળાં સ્વરૂપથી ચિત્રીને, તે પ્રજાપતિને ચારે વેદમાં, જગતના કર્તા હર્તા રૂપે દાખલ કરી દીધા હોય, એમ સમજાય છે. આ બધી વાતમાં સાચું શું હશે? વિચારવાની ભલામણ કરૂ છું.
(૫) સર્વસામાં- આ અવસર્પિણીમાં-વાસુદેવનાં નવ ત્રિકે, આજસુધીમાં થએલાં બતાવ્યાં છે.
તેમાં પહેલા ત્રિકનું મંડાણ પુત્રીના પતિ પ્રજાપતિથી શરૂ થતાં ૮ મું, ત્રિક–રામ લક્ષ્મણ અને રાવણનું છે. ૯ મું, ત્રિક-બલભદ્ર, શ્રીકૃષ્ણ અને જરાસંધનું થતાં નવે ત્રિકે સમાપ્ત થએલાં છે.
૪ આ અવસર્પિણમાં–પહેલા વાસુદેવ ૧૧ મા તીર્થંકરના સમયથી થયા છે. ત્યાંથી વિષ્ણુની કલ્પના અને તેમના પિતાથી-“પ્રજાપતિની,' કલ્પના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org